Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

બાબરાને વર્ષો જૂના પ્રશ્નોની વીરજીભાઈ ઠુંમર દ્વારા સફળ રજૂઆતોને આવકાર

બાબરા, તા. ૧ : તાલુકામાં માળખાકીય સુવિધાઓ લોકોને સરળતાથી મળતી રહે તેમજ સરકારી કચેરીઓ નવ નિર્મિત અને આધુનિક બને તેમાટે બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા સતત રાજય સરકારમાં લડત આપી રજુઆત કરતા બાબરા તાલુકાના વર્ષોજુના પ્રશ્નોનો નિવેડો આવ્યો છે.

બાબરા તાલુકામાં વર્ષોથી ગ્રામ પંચાયત કચેરીઓ ખંડેર બની હતી પણ કોઈ નેતા કે અધિકારી દ્વારા યોગ્ય રજુઆત કે જરૂરી કાર્યવાહી નહિ કરતા ગામના લોકોને ગ્રામ પંચાયત નવી મળવા થી વંચિત રહેવું પડયું હતું અને બાબરા તાલુકા પંચાયત કચેર પણ વર્ષોથી બિસમાર છે તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી નહિ કરવામાં આવતા જીવ ના જીખમે અહીં કર્મચારીઓ ફરજ બજાવે છેે તાલુકામાં દરેક ગામને નવી ગ્રામ પંચાયત કચેરી મળે તેમજ તાલુકા પંચાયત કચેરી નવું બને તેનામાટે રાજય સરકારમાં સતત રજૂઆતોના અથાગ પ્રયત્નો ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા અને તેના પરિણામ સ્વરૂપે બાબરા તાલુકાની સાત (૭) જેટલી ગ્રામ પંચાયત કચેરી એક કરોડના ખર્ચે નવી અને આધુનિક બનશે તેમજ બાબરાની તાલુકા પંચાયતની કચેરી રૂપિયા દોઢ કરોડના ખર્ચે નવી અને આધુનિક નિર્માણ પામશે સરકારી કચેરી સારી બને તેવા ઉમદા પ્રયાસો ધારાસભ્ય દ્વારા કરતા રાજય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતા.

બાબરા તાલુકાનાના આગેવાન પ્રભાતભાઈ કોઠીવાળ,બાબુભાઈ કારેટિયા,વનરાજભાઈ વાળા,અશ્વિનભાઈ સાકરિયા,જસમતભાઈ ચોવતીયા,કાળુભાઇ ભાલાળા,કિશોરભાઈ દેઠળિયા,ધીરુભાઈ વહાણી,કુલદીપભાઈ બસિયા,વિનુભાઈ કરકર,ખીમજીભાઈ મારૂ,ઇકબાલભાઈ ગોગદા,જગદીશભાઈ કારેટિયા,ધરમભાઈ વાવડીયા,હરેશભાઇ શિયાણી,બાવાલાલ હિરપરા,મનસુખભાઈ પલસાણા,મુસાભાઈ પરમાર,સહિતના આગેવાનો દ્વારા ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર ના પ્રયત્નોને આવકારીને આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

(12:49 pm IST)