Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

અમરેલીને નવી એસી સ્લીપીંગ તથા એકસપ્રેસ એસ.ટી.બસ સુવિધા આપવા ચેમ્બરની રજૂઆત

અમરેલી તા.૧ : ડીસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા એસટી ડિવીઝન નિયામકને રજૂઆતમાં નવી બસ સુવિધાઓ આપવા બાબતે માંગણી કરી છે.

નવી એસી, સ્લીપીંગ તેમજ એકસપ્રેસ બસોની સુવિધા આપવા માટે બોલાવેલ મીટીંગમાં સુચનોમાં એસી, સ્લીપીંગ બસના રૂટમાં અમરેલીથી સુરત રાત્રીના નવ કલાકે, સાવરકુંડલાથી સુરત સાંજના છ કલાકે, સાવરકુંડલાથી નાથદ્વાર બપોરના દોઢ કલાકે, સાવરકુંડલાથી મુંબઇ બપોરના એક કલાકે, અમરેલીથી વાપી વાયા આણંદ નવસારી સવારના છ કલાકે, અમરેલીથી દ્વારકા વાયા પોરબંદર રાત્રીના નવ કલાકે શરૂ કરવા જણાવેલ છે.

એકસપ્રેસ બસના રૂટમાં અમરેલી - વેરાવળ સોમનાથ સવારના સાડા પાચ કલાકે જે પરત સોમનાથથી સાંજના પાંચ કલાકે જૂનાગઢથી અમરેલી રાત્રીના આઠ કલાક તથા અમરેલી લીલીયા રેલ્વે સ્ટેશન પેસેન્જર ટ્રેનના કનેકટીવીટી મુજબ દોડાવવા જણાવેલ માંગણી છે.

(12:49 pm IST)