Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ગોંડલના આગેવાનો રમેશભાઇ ધડુકની આગેવાનીમાં નરેન્દ્રભાઇ મોદી નિતીન ગડકરીની મુલાકાતે

ગોંડલ : તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથેની એક મુલાકાત દિલ્હી ખાતે સાંસદ રમેશભાઇ ધડુક, માર્કેટ યાર્ડના પુર્વ ચેરમેન જેન્તીભાઇ ઢોલ તથા વ્યાપારી મહામંડળના પ્રમુખ વિનુભાઇ વસાણી, ઉપપ્રમુખ રસીકભાઇ રાજપરા એક ખાસ મુલાકાત પ્રસંગે શુભેચ્છા સાથે મોમેન્ટો તેમજ ગોંડલના સર ભગવતસિંહની ગૌરવ ગાથા રજૂ કરતુ એક પુસ્તક નરેન્દ્ર મોદીને અર્પણ કર્યુ હતુ. તાજેતરમાં માર્ગ પરિવહન ખાતાના કેન્દ્રના કેબીનેટ મંત્રી નિતીન જયરામ ગડકરીની સાથે પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક રૂબરૂ જેતપુરના ભાદર નદીના પુલનુ કાર્ય તેની મરમ્મત ખૂબ જ ધીમી ગતિથી બલ્કે ઠપ્પ પડયુ. વહેલી તકે આ કાર્ય હાથ ઉપર લેવા રજૂઆત કરી હતી. લોકો ખુબ પરેશાની ભોગવી રહ્યા છે. આ તકે યાર્ડના પુર્વ ચેરમેન જેન્તીભાઇ વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઇ વસાણી, ઉપપ્રમુખ રસીકભાઇ રાજપરા સાથે જોડાયેલા હતા.

(12:47 pm IST)