Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ધારી ગ્રામ પંચાયાયતના કર્મચારી ઠાકરને વિદાયમાન અપાયુ

ધારી તા.૧: ધારી ગ્રામ પંચાયતના કર્મચારી હર્ષદભાઇ ચંપકભાઇ ઠાકર નિવૃત થતા તેમની લાગણી અને કામગીરીને બિરદાવવા માટે સરપંચ શ્રી જીતુભાઇ કે.જોષી, સેક્રેટરી સીમાબેન વેગડા, ઉપસરપંચ શ્રી જીજ્ઞેશગીરી ગોસાઇ, સદસ્ય કેશુભાઇ પરડવા, દિલીપભાઇ મહેતા, પૂર્વ કર્મચારી મગળુભાઇ વાળા, પૂર્વ મંત્રી બી.સી.ચૌહાણ, ઠાકર પરિવારના વડીલ રસીકભાઇ ઠાકર, અનિરૂધ્ધભાઇ ઠાકર, હાર્દિકભાઇ ઠાકર વગેરેએ સાલ શ્રીફળ સાકર પડો આપી હર્ષદભાઇ ઠાકરની ફરજને બિરદાવેલ હતી.

પૂર્વ નિવૃત કર્મચારી ભરતાઇ કાછડીયા, ભરતભાઇ ભરાડે શુભેચ્છાઓ આપેલ, કાર્યક્રમનું સંચાલન ધારી ગ્રામ પંચાયતના સિનીયર કર્મચારી નારણભાઇ વઘાવાએ અને સ્ટાફ કર્મચારીગણે કરેલ હતું.

(12:46 pm IST)