Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

સુત્રાપાડામાં લાંબા સમયથી આધાર કાર્ડની કામગીરી ઠપ્પઃ લોકો પરેશાન

સુત્રાપાડા,તા.૧: સુત્રાપાડા શહેરમાં આધારકાર્ડ ની ધણા લાંબા સમયથી સરકારી કચેરી હોય કે ર્બન્કો માં પણ આધારકાર્ડની લાંબા સમય થી કામગીરી બંધ હોવાથી લોકોને ભારે પરેશાની વેઠવી પડે છે.નાના બાળકોના શાળામાં એડિમશન કે અન્ય કોઇ સુધારવા માટેની કામગીરી બંધ હોવાથી અથવા લોકોને બેંક ખાતા ખોલવા માટે પણ આધારકાર્ડ ની જરૂરિયાત પડતી હોય પરંતુ સુત્રાપાડા શહેરમાં લોકો ને વીસ કિલોમીટર દૂર વેરાવળ શહેર જવું પડે છે તે પણ વહેલી સવારથી લાઇનમાં બેસવું પડે છે.

લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે સુત્રાપાડા લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સુત્રાપાડા શહેરમાં આધારકાર્ડની કામગીરી શરૂ કરવામાં આવે.

(12:45 pm IST)