Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

લોઠડામાં વરસાદી પાણીના નિકાલ માટેનું ભૂંગળુ ખોલવા મામલે પરષોતમભાઇ પર પાઇપથી હુમલોઃ છાતીમાં પાટા મારતાં ફ્રેકચર

પાનના ધંધાર્થી કોળી પ્રોૈઢને કોળી ભાઇઓ ઉમેશ કુકડીયા, રજની કુકડીયા અને નિતીન કુકડીયાએ ફટકાર્યા

રાજકોટ તા. ૧: વરસાદના પાણીનો ભરાવો થવાને કારણે માથાકુટના બનાવ પણ બને છે. સરધારના લોઠડા ગામમાં વરસાદી પાણીના નિકાલ માટેનું ભૂંગળુ બંધ કરી દેવા મામલે મારામારી થતાં પાનની દૂકાનવાળા કોળી યુવાન પર પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ છાતીમાં પાટા મારવામાં આવતાં ફ્રેકચર થઇ જતાં સારવાર માટે દાખલ કરાયા છે.

લોઠડા રહેતાં અને પાનનો ગલ્લો ધરાવતાં પરષોત્તમભાઇ ચનાભાઇ સદાદીયા (ઉ.૪૦) નામના કોળી યુવાન પર ઉમેશ ધીરૂભાઇ કુકડીયા (કોળી), રજની ધીરૂભાઇ કુકડીયા અને નિતીન ધીરૂભાઇ કુકડીયાએ પાઇપથી હુમલો કરી ઇજા કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે આજીડેમ પોલીસને જાણ કરતાં એએસઆઇ આર. જે. જાડેજાએ ત્રણેય કુકડીયા ભાઇઓ સામે ગુનો નોંધ્યો છે.

પરષોત્તમભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે વરસાદી પાણીના નિકાલ માટેનું ભૂંગળુ ઉમેશ, રજની સહિતે બંધ કરી દેતાં પોતાની પાનની દૂકાન પાસે પાણીનો ભરાવો થયો હતો અને ઘરમાં પાણી આવવા માંડ્યા હતાં આથી પોતે ભૂંગળુ ખોલી નાંખવા બાબતે સમજાવવા જતાં તેના પર હુમલો થયો હતો. છાતીમાં પાટા મારતાં ફ્રેકચર થઇ ગયાનું પણ તેણે જણાવ્યું મહતુ.

(2:43 pm IST)