Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ગોંડલ પાસે અકસ્માતમાં જેતલસરના દેવીપૂજક યુવાનના મોતથી અરેરાટી

ગોંડલ નજીક ભુણાવા ચોકડી પાસે ગઇકાલે ટ્રક નં. જી.જે.-૧૦ ટી એકસ ૮૩૯૯ અને બ્રહ્માણી રોડવેઝની બોલેરો પીક અપ વાન નં. જી.જે. ૧૬-ઝેડ-૪૬ર૦ વચ્ચે અકસ્માત સર્જાતા પીક અપ-વાનમાં બેઠેલા જેતલસરના અજય ભોળાભાઇ ચાવડા (દેવીપૂજક)નું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું. જયારે કિરીટ દેવીપૂજક તથા અન્ય એક યુવાનને ગંભીર ઇજા થતા સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા મૃતક અજયના એક વર્ષ પૂર્વ જ લગ્ન થયા હતાં. દેવીપૂજક યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, અહેવાલ હરેશ ગણોદીયા -ગોંડલ)

(12:42 pm IST)