Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ગોહિલવાડ-સોરઠમાં અડધાથી ૬ ઇંચ વરસાદ

વંથલી-૬, બાબરા-૩, લાઠી-લીલીયા-રાજુલા-બગસરા-ઉમરાળા-શિહોર-પાલીતાણામાં ૨, ધ્રોલ- અમરેલી-ઘોઘા-ભાવનગરમા ૧ ઇંચઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો-ભારે વરસાદ યથાવત

રાજકોટ તા.૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા મહેરબાન થયા છે અને સર્વત્ર વરસાદ વરસતા ખેડૂતોમાં હૈયે હરખની હેલ છવાઇ છે.

ગઇકાલે ગોહિલવાડ અને સોરઠમા અડધો ઇંચ વરસાદ પડયો હતો. વંથલીમા ૬ ઇંચ વરસાદ પડ્યો હતો.

જયારે બાબરામા ૩, લાંઠી-લીલીયા-રાજુલા, બગસરા, ઉમરાળા, શિહોર-પાલીતાણામા ર ઇંચ વરસાદ પડ્યો હતો.

જયારે ધ્રોલ,અમરેલી-ઘોઘા-ભાવનગરમા ૧ ઇંચ વરસાદ પડ્યો હતો.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા હળવો-ભારે વરસાદ યથાવત છે.

જામનગર

જામનગરઃ જામનગરનાં ધ્રોલ અને જામનગર શહેરમા ૧ ઇંચ, કાલાવડ-જોડિયામા અડધો ઇંચ અને લાલપુર જામજોધપુરમા ઝાપટા પડ્યા છે.

શહેરનું આજનું હવામાન ૨૬ મહતમ, ૨૯ લઘુતમ, ૯૨ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૪.૨ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

અમરેલી

અમરેલીઃ જીલ્લાના બાબરામા ૩, રાજુલા-લાઠી, લીલીયા-બગસરામા બે ઇંચ, અમરેલી ધારીમા ૧, વડિયા-અડધો તતા જાફરાબાદમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.

જુનાગઢ

 જુનાગઢઃ સોરઠમાં ૨૪ કલાકમાં ૩૩ ઇંચ વરસાદ વરસાવીને મેઘરાજાએ લીલા લહેર કરાવી દીધા છે સવારથી એકંદરે મેઘાએ વિરામ લીધો છે છતા મેદરડા-જૂનાગઢમાં ઝાપટા ચાલુ રહ્યા છે.

સવાર સુધીમાં સૌથી વધુ ૬ ઇંચ પાણી વંથલી પંથકમાં પડયાનું નોંધાયુ છે.

ગિરનાર અને દાતારમાં ૭ ઇંચ વરસાદ થયો છે. જૂનાગઢ શહેરમાં ૪ ઇંચ વરસાદ નોંધાતા શહેરીજનો ખુશ ખુશ થઇ ગયા છે.

સવારે પુરા થયેલા ૨૪ કલાક  દરમ્યાન ભેસાણમાં ૬૮ (૩૪૬)મીમી, કેશોદ-૬૭ (૩૪૬)મીમી, માળીયા હાટીના ૩૫ (૪૦૦), માણાવદર-૧૦૭ (૩૨૬)મીમી, માંગરોળ-૧૭(૩૧૪), મેંદરડા-૮૨ (૫૪૫) અને વિસાવદર ખાતે ૧૧૬ (૬૫૬) મીમી વરસાદ નોંધાયો હતો.

મોડી રાત્રીથી વરસાદનું જોર ઓછુ થયું છે. સોરઠના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ વચ્ચે મેઘાનો આરામ રહ્યો છો જોકે, મેદરડામાં સવારે ૬ થી ૮ દરમ્યાન હળવાથી ભારે વરસાદના ઝાપટા ચાલુ રહેતા પ્રારંભિક બે કલાકમાં મેંદરડા ખાતે વધુ ૪ મીમી પાણી પડ્યાનું નોંધાયુ છે.

મેદરડાની જેમ જુનાગઢના પણ સવારે ઝાપટા ચાલુ રહ્યા છે અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે.

ધોરાજી

 ધોરાજીઃ ધોરીજીમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણને કારણે ધીમીધારે ૨૪ કલાકમાં અઢી ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો જ્યારે આજે સવારે ધીમીધારે વરસાદ શરૂ થતા સાંજ સુધીમાં ૪૦ એમ.એમ વરસાદ નોંધાયો છે સીઝનનો કુલ વરસાદ ૪૦૦ એમ.એ.૧૩ ઇંચ વરસાદ નોંધાયો છે.

મેઘરાાજાએ સમયસર વરસાદની કૃપા કરતા ખેડુતોનો પાક બચી ગયો છે અને ધીમીધારે વરસાદ આવતા ધોરાજી શહેર અને તાલુકામાં જે પાણીનો પ્રશ્ન હતો પીવાના પાણીનો પ્રશ્ન હલ થઇ ગયો છે અને તમામ બોરકુવાની અંદર રિચાર્જ થઇ ગયા છે અને પીવાના પાણીનો પ્રશ્ન ધોરાજી શહેર અને તાલુકામાં પૂર્ણ થઇ ગયો છે.

ભાવનગર

ભાવનગરઃ જીલ્લામાં અર્ધાથી અઢી ઇંચ વરસાદ પડ્યો છે. આજે સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ જળવાઇ રહ્યો છે મેઘમહેરથી ખેડુતવર્ગમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે. ગોહિલવાડ પંથકમાં સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ જળવાઇ રહેતા અને સાર્વત્રીક વરસાદથી ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે. જયારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જીલ્લાનાં ઉમરાળામાં અઢી ઇંચ, પાલીતાણા માં બે ઇંચ, સિહોર અને તિળામમાં દોઢ-દોઢ ઇંચ, ભાવનગર શહેર અને ગારીયાધારમાં એક-એક ઇંચ વરસાદ પડ્યો છે જયારે જેસર, મહુવા અને વલભીપુરમાં અર્ધાથી પોણો ઇંચ વરસાદ પડ્યો છે ઘોઘોમાં એક ઇંચ વરસાદ પડ્યો છે.

માણાવદર

માણાવદરઃ શહેરમાં ત્થા પંથકમાં રાત્રીા ત્થા દિવસ દરમ્યાન ઠેર-ઠેર ધીમી ધારો તો કયારેક અનરાધાર વરસાદના કારણે ૨થી માંડી પાંચ ઇંચથી વધુ વરસાદ પડી ગયાના અહેવાલો મળે છે. છેલ્લા ઘણા દિવસોથી આમજનતા સારા વરસાદની રાહ જોતી હતી મોલાત મુરઝાતી હતી તેમાં ગઇકાલે ૨ ઇચ પડયો બાદ આજ રાત્રીના ત્થા દિવસ દરમ્યાન સાંજ સુધીમાં શહેરમાં માણાવદરમાં-૩, બુરી-જીલાણા, સરદારગઢ, જીંજરી, સણોતરા, જાંબુડામાં પાંચ ઇચ વરસાદ પડી  ચૂકયો છે આ લખાય છે ત્યારે સાંજના ૬-૩૦ વાગ્યા સુધી અનરાધા વરસાદ ચાલુ હતો. જે વધુ વરસાદ નોંધારો ખેતરોમાં પાણી ભરાયા છે મોલાતને જબ્બર ફાયદો થયો છે તો અર્થતંત્રમાં નવા સંચાર જોવા મળે છે લોકોના ચહેરા ઉપર હાસ્ય દેખાયું હાશ આવ્યોતો ઘ્ખરો ઝંન્ડીમાં ર ઇંચ છે. તો સાંજના વીજળીના ભારે કડાકા ભડાકા ચમકાર જોવા મળ્યા હતા.

(12:41 pm IST)