Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ઉના પાસે કાર રીક્ષા અને ડબલસવારી બાઇક અથડાતા યુવાનનું મોત : ૬ ઘવાયા

ઉના, તા. ૧ : ઉના તાલુકાના દેલવાડા નલિયા માંડવી રોડ પર દીવથી આવતી મોટર કારે રીક્ષા અને ડબલ સવારી મોટર સાયકલને હડફેટે લઇ અકસ્માત કરતા એક યુવાનનું મોત ૬ ઇજાઓ પહોંચી હતી.

ઉના તાલુકાના નલિયા માંડવી ગામના આરીફભાઇ કાસમભાઇ સુમરા ત્યાં તેમના પરિવાર સાથે સભ્યો સાથે ઉના (જીજે-રર-વી-ર૪૦૯) તેમા આવતા હતાં ત્યારે દેલવાડા ઘોઘા રોડ જસરાજ ટાઉનશીપ પાસે પહોંચતા ઘોઘલા દીવ તરફથી આવતી ઇકો મોટર કાર (જીજે-૪-૬૬૧૮)ના ચાલકે ફુલ ઝડપે આવતી ઇકો કારે રીક્ષાને ટક્કર મારતા રીક્ષા પલ્ટી ખાઇ જતાં તેમાં બેઠેલા ફરીયાદી આરીફભાઇના સબંધીને ઇજા પહોંચાડતા તોફીકનું મૃત્યુ થતાં જયારે રિક્ષા ચાલક યાકુબભાઇ અલીભાઇ ખીરૂબેન, સાયરાબેન તથા પાછળ આવતી મોટરસાયકલ ઉપર બેઠેલા આવતા સતરભાઇ સુમરાની મોટર સાઇકલ પર મોટર કાર એ તારીફ સુમરાને પણ પછાડી દેતા તે તેઓને ઇજા થતાં તેઓને તુરંત ઉના દવાખાને સારવાર માટે ખસેડાયેલ છે. ઉના પોલીસમાં મોટર કાર ચાલક સામે લાપરવા ટ્રાઇવીંગ નો ગુન્હો દાખલ કરેલ છે. ઉના પોલીસે તપાસ શરૂ કરી છે.

(12:41 pm IST)