Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

કચ્છમાં મેઘરાજાનો વિરામ : પાણીમાં ડુબી જવાની ૨ ઘટનામાં ૩ બાળકોના મોત

ભુજ તા.૦૧ : સોમવારથી જામેલા વરસાદી માહોલને આજે બુધવારે ત્રીજો દિવસ થયો. ત્રણ દિવસમાં કયાંક ધોધમાર તો કયાંક ઝરમર ઝરમર વરસાદ દ્યણી જગ્યાએ રાહત તો દ્યણી જગ્યાએ આફતરૂપ પણ બન્યો છે. ખાસ કરીને કચ્છના ગામોના તળાવો અને ડેમો જે તળિયા ઝાટક થઈ ગયા હતા ત્યાં નવા નીર આવતા હરખના વધામણાં કરાઈ રહ્યા છે. વરસાદને પગલે કચ્છના ૭ તાલુકાઓમાં થી અછતને સમાપ્ત કરવાની ગતિવિધિ પણ હાથ ધરાઈ છે. કચ્છ જિલ્લા સિંચાઈ વિભાગની સત્ત્।ાવાર આંકડાકીય માહિતી પ્રમાણે કચ્છના ૧૪ મોટા ડેમમાં નવા નીર આવ્યા છે. તો, નાની સિંચાઈના ૬૦ ડેમમાં નવા પાણી આવ્યા છે.ઙ્ગ

તો, ધોધમાર વરસાદને પગલે અબડાસાના કોઠારામાં પાણી ભરાયા હતા. જેને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે, ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા કોઠારાની મુલાકાતે પહોંચ્યા હતા અને તંત્રનું ધ્યાન દોરી લોકોને મદદરૂપ બન્યા હતા. આ ઉપરાંત અબડાસાના સાનધ્રો, સુથરી, વિંઝાણમાં પણ પાણી ભરાતા દ્યણી જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. આ વખતે એક જ તાલુકામાં એક-બે ગામોમાં ધોધમાર વરસાદ તો બાજુના ગામોમાં ઝરમર ઝરમર વરસાદ હોય એવું દ્યણી જગ્યાએ બન્યું હતું. વરસાદને કારણે ધોરડોના સફેદ રણમાં પણ પાણી ભરાયા છે. જોકે, એક દુઃખદ બનાવમાં ભુજના લોડાઈ ગામે ડૂબી જવાથી બે સગા ભાઈઓના કરુણ મોત નિપજયા હતા. ૯ વર્ષીય રિઝવાન અઝીઝ કુંભાર અને ૮ વર્ષીય રિયાઝ અઝીઝ કુંભાર સ્કૂલે થી પરત ફરી રહ્યા હતા ત્યારે ગામના તળાવ તરફ ગયા હતા. જયાં પગ લપસી જતાં એક ભાઈ તળાવમાં ડૂબતા બીજા ભાઈએ તેનો હાથ પકડતા બન્ને તળાવમાં ગરકાવ થઈ જતાં તેમના કરુણ મોત નિપજયા હતા. બીજા બનાવમાં નખત્રાણાના નેત્રા ગામે પવનચક્કી માટે ખોદાયેલા ખાડામાં

અત્યારે રાપર વિસ્તાર માટે જીવાદોરી સમાન સાબિત થઈ રહેલ નર્મદા યોજના ખેડૂતો અને પશુપાલકો માટે મહત્ત્વની છે. પરંતુ આ કેનાલનું કામ  'જાણે ઉતાવળે આંબા પકાવવા' હોય તે રીતે કરાયું છે. જયારથી કચ્છમાં નર્મદા કેનાલ નું કામ શરૂ થયું ત્યારથી તેમાં ગાબડા પડી રહ્યા છે. ગમે ત્યાં ગમે ત્યારે નર્મદા કેનાલમાં ભંગાણ પડવાના બનાવ વધી રહ્યા છે. સૌ પ્રથમ જયારે તત્કાલીન મુખ્યમંત્રી આનંદી બેન પટેલ ઉદ્ઘાટન કરે તે પહેલાં બનાસકાંઠા અને કચ્છની વચ્ચેના રણ મા બનાવવામાં આવેલ સાયફન માં લીકેજ થયું. એટલે તે સમયે ઉદ્ઘાટન પાછુ ઠેલાયુ. જોકે, ઉદ્ઘાટન બાદ પણ અવારનવાર નર્મદા કેનાલમાં ગાબડા પડી રહ્યા છે. હજી ગઈ કાલે રાપર ભચાઉ વચ્ચે આવેલા ભરુડીયા પાસે મુખ્ય કેનાલ માં મોટુ ગાબડું પડયું હતું અને લાખો લીટર પાણી નો વેડફાટ થયો તેમ જ ખેતરોમાં પાણી ભરાયા હતા. આ ગાબડાના રિપેરીંગ માટે એકાદ મહિનો લાગી જશે.

સામાન્ય વરસાદમાં માયનોર કેનાલ ધોવાઈ..

મુખ્ય કેનાલમાં ગાબડાના રીપેરીંગના સમાચારોની ચર્ચા વચ્ચે રાપરના ગાગોદર ગામ થી થોરીયારી તરફ જતી માયનોર કેનાલમાં સામાન્ય વરસાદમાં ગાબડુ પડ્યું છે. હજી તો આ માયનોર કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવે તે પહેલાં જ આ કેનાલ ગોરાસર તળાવ પાસે અનેક જગ્યાએ તુટી પડી છે. નર્મદા કેનાલ અને તેમાં પડી રહેલા ભ્રષ્ટાચારના ગાબડા સતત ચર્ચા, ચકચાર સાથે બાંધકામની નબળી ગુણવત્ત્।ા સામે અનેક સવાલો સર્જે છે. કડવી વાસ્તવિકતા એ છે કે, જો નાના ના ગામો એ જતી માયનોર કેનાલમાં ભંગાણ પડે, ગાબડા પડે અને તુટી જાય તો સમજવું શું ? અહીં સવાલ નર્મદા કેનાલના ગાબડાના કારણે ધોવાઈ જતા ખેતર, લોકોની જાન માલની સલામતી અને વેડફાતા લાખો લીટર પાણી સામે છે. હવે કેન્દ્ર અને રાજય સરકાર જયારે જળ સંરક્ષણ માટે ઝુંબેશ ચલાવી રહી છે, ગુજરાત સરકાર પાણી ચોરી સામે કડક કાયદો લાવી છે. ત્યારે સિંચાઈના પાણીની કેનાલમાં ગાબડા પડે અને પાણી વેડફાય તેવી પરિસ્થિતિ સર્જનાર નબળું બાંધકામ કરનાર કોન્ટ્રાકટર અને તે કેનાલના બાંધકામ સમયે સુપરવિઝન કરનાર સરકારી અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.

નહાવા પડેલા ત્રણ કિશોરો પૈકી તોહિદ સાટી નામનો ૧૪ વર્ષીય કિશોર ડૂબી જતાં તેનું મોત નીપજયું હતું. દરમ્યાન ડૂબવાની દુર્દ્યટનાઓ બચાવા તળાવ, પાણી ભરાયેલ ખાડાઓથી દુર રહેવું જોઈએ. તેમ જ તેમાં ન્હાવાનું ટાળવું જોઈએ.

(12:40 pm IST)