Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ગોંડલમાં શ્રાવણ માસના પ્રારંભ સાથે જ દશામાનું વ્રત

ગોંડલ : શ્રાવણ માસથી શરૂ થતા તહેવાર આસો માસ સુધી હિન્દુ - મુસ્લિમ તહેવારો રંગારંગ યોજાય છે ત્યારે આવતીકાલથી શરૂ થતુ દશામાંનુ વ્રત હિન્દુ મહિલાઓ પોતાના ઘરે દશામાની મૂર્તિ સતત દશ દિવસ સુધી પૂજન અર્ચન કરી છેલ્લા દિવસે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે મૂર્તિને પાણીમાં વિસર્જન કરીને વ્રત પૂરૂ કરતા હોય છે ત્યારે પોતાના પેટનો અને પરીવારનો ખાડો બુરવા માટે એક બાળક દશામાની મૂર્તિનું વેચાણ કરતો તસવીરમાં નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : હરેશ ગણોદીયા, ગોંડલ)

(12:38 pm IST)