Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

જસદણ તાલુકાના બે રસ્તાઓ ૩૧.૭૬ કરોડના ખર્ચે બનશે

જસદણ, તા. ૧: જસદણ તાલુકાના બે રસ્તાઓના કામો અંદાજે રૂપિયા ૩૧૭૬.૪૩લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે.

ગુજરાત સરકારની સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી જસદણના પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઈ કે બોદ્યરા ના જણાવ્યા મુજબ રાજયના માર્ગ અને મકાન મંત્રી નીતિનભાઈ પટેલે જસદણ તાલુકાના જુદા જુદા બે રસ્તા અંદાજે ૩૧.૭૬ કરોડ ના ખર્ચે મંજુર કર્યા હતા.. સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ઘ જસદણ ના દ્યેલા સોમનાથ જવા માટે કાળાસર ગામ થી દ્યેલા સોમનાથ સુધીના રસ્તાનું રૂપિયા ૧૮૫૭.૯૬ લાખ અને જસદણ થી આટકોટ સુધીના રોડનું કામ અંદાજે રૂપિયા૧૩૧૮.૪૭ લાખના ખર્ચે  બનાવવા કાર્યાવાહી હાથ ધરવામાં આવી છે. આ બંને રોડ પહોળા અને મજબૂત, હાર્ડ સાઈડ સોલ્ડર, ક્રોસ ડ્રેઈનેઝ સાથે અદ્યતન રોડ બનાવવામાં આવશે. રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ કચેરી  દ્વારા  આ રોડ માટે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આ બંને મહત્ત્વના રોડ મંજુર કરવા બદલ ડો.ભરત ભાઈ બોદ્યરાએ માર્ગ અને મકાન મંત્રી નીતિનભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો હતો. જસદણ પંથકના અનેક લોકોને રાજકોટ જવા માટે તેમજ દ્યેલા સોમનાથ જવા માટે ઉપયોગી તેવા મહત્વના બંને રસ્તા મંજૂર થતા જસદણ પંથકમાં આનંદની લાગણી ફેલાઇ છે 

(12:38 pm IST)