Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

જામનગરના શેઠ વડાલાના તત્કાલીન મહિલા PSI અને કોન્સ્ટેબલ વિરુદ્ધ લાંચ માંગવાનો ગુન્હો દાખલ

લૉન્ચ સ્વીકારવા નહીં આવતા એસીબીનું છટકું નિષ્ફળ નીવડેલ ;તપાસમાં લાંચ માંગ્યાનું ખુલ્યું

જામનગર જિલ્લાના શેઠવડાલા પોલીસ મથકમાં ફરજ બજાવતા તત્કાલીન મહિલા પીએસઆઇ અને  એક કોન્સ્ટેબલ દારૂના કેસમાં નામ નહિ ખોલવા માટે આ કેસના ફરિયાદી પાસેથી ૫૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી, જે અન્વયે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો એસીબી દ્વારા તે સમયે લાંચના છટકામાં આયોજન કરવામાં આવેલ પરંતુ કોઈ કારણોસર શંકા જતાં તેઓ લાંચ ના નાણા સ્વીકારવા આવેલ નહિ તેમજ ફોન પણ બંધ કરી દીધેલ જેથી લાવનું છટકું નિષ્ફળ રહેલ..જે ની તપાસ કરવામાં આવતા તપાસ અંતે તત્કાલીન

હાલ સસ્પેન્ડેડ પીએસઆઈ વિરલબેન અરજણભાઈ ચાંડેરા અને પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નિરૂભા જાડેજા સામે લાંચની માગણી કરેલ હોવા મળેલ પુરાવા આધાર બંને આરોપી વિરુદ્ધ લાંચની માંગણીનો ગુનો બનતો હોય બન્ને વિરુદ્ધ લાંચની માગણી ગુનો આજે

એસીબી દ્વારા દાખલ કરવામાં આવ્યો છે, અને એ પણ ઉલ્લેખનીય છે કે જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે એક ઓડિયો ટેપ પણ પીએસઆઇ ની ફરતી થઇ હતી,અને તત્કાલીન જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળ તેવોને સસ્પેન્ડ કરી અને ઇન્કવાયરી ના આદેશો આપ્યા

(8:02 pm IST)