Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ધોરાજીના ભૂખી ગામે દરોડો પાડી જુગાર રમતા આઠ શખસોને પોલીસે ઝડપી લીધા

ધોરાજી : રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણા તેમજ જેતપુરના ડેપ્યુટી એસપી સાગર બાગમાંરની સૂચનાથી ધોરાજી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.હુકુમતસિંહ .એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ ધોરાજી પી.એસ.આઇ એ એન ગાંગડા રમેશભાઈ બોદર રવજીભાઈ હાપલીયા રવિરાજસિંહ જાડેજા પ્રદીપ સિંહ ચુડાસમા સહદેવ સિંહ ચૌહાણ સુરપાલ સિંહ જાડેજા વિગેરે પોલીસ સ્ટાફ પ્રોહી જુગારની ડ્રાઇવમાં હતા

 દરમ્યાન ધોરાજી તાલુકાના ભુખી ગામેથી પૈસાની લેતી-દેતી કરી હારજીતનો તીનપતીનો જુગાર રમતા રોકડા રૂા.17070ના મુદામાલ સાથે પોલીસે હમીરભાઇ મંગાભાઇ રાઠોડ જાતે અનુજાતિ (ઉ.વ.55 ) ( રહે.સુપેડી સરદાર સોસાયટી શેરી નં.4 ), કાંતીભાઇ ભનુભાઇ વાઘેલા જાતે ખાંટ (ઉ.વ.37) (રહે.ભુખીગામ ), રાજેશભાઇ ઉર્ફે રાજો નાગજીભાઇ મેર જાતે કોળી (ઉ.વ.45) (રહે.ભુખી ગામ અવેડા પાસે ), ભકાભાઇ લાખાભાઇ સોલંકી જાતે કોળી (ઉ.વ.68) (રહે.ભુખી લીંબડા ચોક ), બાબુભાઇ ભગાભાઇ દેગામાં જાતે કોળી (ઉ.વ.50)( રહે.ભુખી ) જેન્તીભાઇ મુળજીભાઇ, વાછાણી જાતે પટેલ (ઉ.વ.70) (રહે.ભુખી પટેલ સમાજ પાસે), રવજીભાઇ સવજીભાઇ પાડલીયા જાતે કોળી (ઉ.વ.73) (રહે.ભુખી ), ધીરૂભાઇ લખમણભાઇ વઘાસીયા જાતે પટેલ (ઉ.વ.70) (રહે.ધોરાજી જીનપ્લોટ ) આ આઠ શખ્શોને  ઝડપી પાડી ધોરાજી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

(7:07 pm IST)