Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર પાસેના ભરાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ : વેકસીનેશન ની કામગીરીમાં લાઈનમાં ઉભા રહેવા મામલે ડખો : અનેક લોકો ઘાયલ

( કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા::: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર પાસેના ભરાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી.

   વેકસીનેશન ની કામગીરીમાં લાઈનમાં ઉભા રહેવા મામલે મુસ્લિમ તેમજ દરબાર જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી.માથાકૂટમાં અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.

   ડી.વાય.એસ.પી સહિતનો વિશાળ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.હાલ સ્થિતિ કાબુમાં છે.

વેકસીન લેવા લાઈનમાં ઉભા રહેવા મામલે થયેલ માથાકૂટમાં અનેક લોકો ઘાયલ થયા હતા.

(5:10 pm IST)