Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

જામનગરની સાંઈનાથ મેન પાવર સપ્લાયર્સ એજન્સીના માલિક સામે બેદરકારી દાખવવા સબબ પોલીસ ફરીયાદ

ઝાડ કાપતા વીજ કરંટ લાગતા મૃત્યુ પામેલ યુવકની પત્નિ દ્વારા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧: અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં શોભનાબેન કણીભાઈ ઉર્ફે કરણભાઈ ડાભી, ઉ.વ.૩૦, રે. શંકર ટેકરી પાણીના ટાંકા પાસે, મોમાઈ માતાના મંદિર પાસે, જામનગરવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, પ૮–દિ.પ્લોટ જ્ઞાન ગંગા સ્કુલ પાસે, વૈશાલી એપાર્ટમેન્ટ સામે, જામનગરમાં આરોપી સાંઈનાથ મેન પાવર સ્પ્લાયર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના માલિક નયનાબેન સંજયભાઈ રમણીકભાઈ રાજપરા, રે. જામનગરવાળાએ ફરીયાદી શોભનાબેનના પતિ કરણભાઈને કોઈપણ સેફટીના સાધનો વગર તથા કોન્ટ્રાકટરના જવાબદાર સુપર વાઇઝર વગર બેફીકરાઈ દાખવી પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે ફરીયાદી શોભનાબેનના પતિ કરણભાઈને જે.એમ.સી. ના મેન લીફટ મશીન દ્વારા ઉપર ચડાવી ઝાડની ડાળીઓ કાપવાનું કામ કરાવતા હોય તે દરમ્યાન મશીન (કટર) ચાલુ વિજલાઈનમાં અડી જતા વિજશોટ લાગતા ફરીયાદી શોભનાબેનના પતિ કરણભાઈ મૃત્યુ પામેલ છે.

મારમાર્યાની પાંચ સામે રાવ

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બિક્રમભાઈ બલબહાદુરભાઈ બિક, ઉ.વ.રર, રે. એમ.પી.શાહ  ઉધોગનગર, એલ.આઈ.જી. આવાસની પાછળ, જામનગરવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, એમ.પી.શાહ  ઉધોગનગર, એલ.આઈ.જી. આવાસની પાછળ, જામનગરમાં ફરીયાદી બિક્રમભાઈના ઘર પાસે આરોપી તોહિરાબેન સલીમભાઈ શેખ, એ તેમની પાસે રહેલ ઈટ વડે ફરીયાદી બિક્રમભાઈને માથાના ભાગે ઈજા કરી તથા આરોપી ફરીદ સલીમ શેખ એ ફરીયાદી બિક્રમભાઈને વાસનો બમ્બુ વડે વાસા તથા જમણા ખંભા પર માર મારી મુંઢ ઈજા કરી તથા આરોપી તોહિરાબેન એ બહાર નીકળો તો પથ્થર વડે જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી અબ્દુલ ગુલમામદ તથા ફારૂક એ ગાળો આપી આ તમામ પાચંયે વ્યકિતઓએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

ગ્રેઈન માર્કેટમાં જુગાર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. સંજયભાઈ ખીમાભાઈ કરંગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ગ્રેઈન માર્કેટ, આર.કે.આંગણીયા પેઢી બાજુમાં જાહેરમાં વિનોદસિંહ જાલમસિંહ જાડેજા, આરીફ ઉર્ફે ફારૂક કાદરભાઈ, વર્લીમટકાના આંકડા લખી લખાવી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન એક વિ.વો. કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂ.૬,૦૦૦/– તથા રોકડા રૂ.૯૯૦/–  મળી કુલ રૂ.૬૯૯૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપી ફૈઝલભાઈ, અશોક રમણીકભાઈ ભારથી, એજાઝ રાયેબભાઈ હાલેપૌત્રા ની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાળકને ટકકર મારતા ઈજા

અહીં પંચ એ  ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કાનજીભાઈ ઉકાભાઈ ઘાવતર, ઉ.વ.૩૧, રે. હડમતીયા ગામવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, કાનજીભાઈના ઘર પાસે આરોપી નરશીભાઈ પોપટભાઈ ધામેલીયા એ પોતાનું મોટરસાયકલ નં.જી.જે.૧૦–એ.કયુ.–૬૩૩૭, રે. હડમતીયા ગામવાળાએ પોતાનું મોટરસાયકલ પુરઝડપે ચલાવી ફરીયાદી કાનજીભાઈના દિકરા મિલન ઉ.વ.૯ વાળાને ટકકર મારી પછાડી દેતા ડાબા પગે ફેકચરની ઈજા કરી તથા માથાના ભાગે ઈજાઓ કરી નાશી જઈ ગુનો કરેલ છે.

દુકાનના થડા પાસે રાખેલ પર્સમાંથી રૂ.૭પ,૦૦૦ તફડાવી જતો તસ્કર

અહીં પંચ એ પોલીસ સ્ટેશનમાં સુનિલભાઈ કારુભાઈ લૈયા, ઉ.વ.૩૦, રે. નેસડા ગામ વાળાએ ફરીયાદ નોંધાવી છે કે,  ફલ્લા ગામ, ફરીયાદી સુનિલભાઈની માલિકીની ગણેશ મીની કોમ્પ્લેક્ષ, ગુજરાત એગ્રો કેમીકલ્સ જંતુનાશક દાવની દુકાનમાં થડા ઉપર રાખેલ થેલા માંથી પર્સ જેમાં રૂ.૭પ,૦૦૦/– હજાર રોકડા રાખેલ હતા તે રૂપિયા ભરેલ પર્સ કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

(12:44 pm IST)