Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

'આપ' દ્વારા લેરીયાના સરપંચ સહિત ૧૩ સામે ફરિયાદઃ સામે પક્ષે ગોપાલ ઇટાલીયાના કથન વિરૂધ્ધ પ્રવિણ રામ સહિત પ૦ સામે ગુન્હો

વિસાવદર પંથકમાં હુમલામાં બંન્ને પક્ષની સામે હત્યાની કોશીષની ફરિયાદ બાદ કાર્યવાહી

(વિનુ જોશી) જુનાગઢ તા.૧: લેરીયાના હુમલામાં બંને પક્ષની સામે પોલીસે હત્યાની કોશિષ વગેરે ગુનો નોંધી તપાસ ક્રાઇમ બ્રાંચ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ગઇકાલે લેરીયા ગામે 'આપ' પર થયેલા હુમલા અંગે મોડી રાત્રે સામ સામી ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

જેમાં સુરત ખાતેના આમ આદમી પાર્ટીના કાર્યકર હરેશભાઇ છગનભાઇ સાવલીયાએ ગીજુભાઇ વિક્રમા, હિરેનભાઇ મુળુભાઇ વિરમા, લેરીયાના સરપંચ સરપંચ સહિત ૧૩ શખ્સો સામે તલવાર ધોકા, પાઇપથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ કરીહતી.

આ ફરિયાદનું કારણ 'આપ'ને સારો પ્રતિસાદ મળવાનું મનદુઃખ દર્શાવવામાં આવેલ.

સામા પક્ષે વિસાવદરના સતીષભાઇ રમેશચંદ્ર બ્રાહ્મણે આમ આદમી પાર્ટીના પ્રવિણ રામ, હરેશ સાવલીયા, વગેરે ૪૦ થી પ૦ શખ્સો સામે ફરિયાદ કરેલ.

જેમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાના કથનમાં વિરોધમાં સુત્રોચ્ચાર કરતા જીવલેણ હથિયારોથી હુમલો કરી કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવાયુ હતુ.

વિસાવદર પોલીસે બંને પક્ષ સામે હત્યાની કોશિષ,  રાયોટીંગ વગેરે મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બંને ફરિયાદની તપાસ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. એચ.આઇ. ભાટી ચલાવી રહયા છે.

(12:42 pm IST)