Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

વિઠ્ઠલભાઇ રાદડિયાની ૨૩મી માસિક પુણ્યતિથિઃ જામકંડોરણામાં સેવાકાર્યોનો ધમધમાટ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા.૧: જામકંડોરણામાં ખોડલધામ સમિતિ દ્વારા આજે વિઠ્ઠલભાઈ રાદડિયા ની ૨૩ મી માસિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ઘાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે નાજાભાઈ ભરવાડ જોડાયા હતા.

જામકંડોરણાના ભાદરાના નાકે. જસાપર.હીન્દ ટાઇલ્સ. અને જુદા જુદા વિસ્તારોમાં સમિતિના સદસ્યો દ્વારા બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આવી સેવાકીય કામગીરી માટે આખા ગુજરાત અને ભારતમાં પણ પ્રેરણાસ્ત્રોત બની રહેલ ખોડલધામ સમિતિ આવનારા દિવસોમાં વર્લ્ડ રેકોર્ડ મા સ્થાન મેળવવા જઈ રહી છે.

વૃક્ષારોપણ. સ્મશાન ગૃહ માં દેન કર્યા. કૌવિંડ સેન્ટરમાં સેવા માટે અનેકવિધ સમીતીઓ કાર્યરત છે. કેબિનેટ મિનિસ્ટર જયેશભાઇ રાદડીયા દ્વારા ખોડલધામ સમિતિના સેવાના કાર્યની નોંધ લઇને સન્માનિત કરવામાં આવેલ છે.

(11:44 am IST)