Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

કચ્છમાં ખનિજ ચોરી સામે તંત્રનો સપાટો : ગેરકાયદે ચાઈના કલે ભરેલી ૨૧ ટ્રકો સાથે ૬ કરોડનો મુદ્દામાલ જપ્ત

૬૦ લાખ રૂ.નો દંડ, ઈ-વે બિલ કે જીએસટી સહિતના સરકારી વેરાની ઐસીતૈસી, કચ્છથી દરરોજ ૬૦૦ ટ્રક ચાઈના કલે ગેરકાયદે મોરબી જતી હોવાની ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧:  અંજાર ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદે ખનિજ પરિવહન સામે ધોંસ બોલાવાઈ હતી. રાપર ભચાઉ વચ્ચે હાઈવે ઉપર લાકડીયા ગામ પાસે મધરાતે ચાઈના કલે ભરેલી ૨૧ ટ્રક પકડાઈ હતી.

ગેરકાયદે ખનિજ પરિવહન કરતી ટ્રકો સહિત ૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ૬૦ લાખ રૂપિયા દંડ ફટકારાયો છે. દરમ્યાન થતી ચર્ચા પ્રમાણે મોરબીની સિરામિક ફેકટરીઓમાં ચાઈના કલેની માંગ હોઈ દરરોજ ૬૦૦ થી વધુ ટ્રક કચ્છથી ગેરકાયદે મોરબી જાય છે. આમ તો સરકાર દ્વારા ઈ-વે બિલ તેમ જ જીએસટી ના નિયમો કડક બનાવાયા છે, પણ ખનિજ ચોરો દરેક સરકારી નિયમો સાથે સરકારી ટેકસની મોટાપાયે ચોરી કરે છે.

(11:50 am IST)