Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

મોરબી મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીની બીએસસી સેકન્ડ યરમાં યુનીવર્સીટી ફર્સ્ટ

રાઠોડ માનસીએ અથાગ મહેનત તેમજ યોગ્ય ટેકનીક્સનો ઉપયોગ કરીને સિદ્ધિ હાંસલ કરી

મોરબી : એસવાય બીએસસીના પરિણામમાં શ્રીમતી જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીએ યુનીવર્સીટી ફર્સ્ટ આવીને મોરબીનું ગૌરવ વધાર્યું છે
રાઠોડ માનસી નામની વિદ્યાર્થીનીએ અથાગ મહેનત તેમજ યોગ્ય ટેકનીક્સનો ઉપયોગ કરીને ઓનલાઈન સીસ્ટમમાં અભ્યાસ કરીને ૯૨.૩૬ ટકા મેળવી યુનીવર્સીટી ફર્સ્ટ આવી જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજ અને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળનું નામ રોશન કર્યું છે માત્ર માનસી જ નહિ કોલેજની કુલ ૫૦ વિદ્યાર્થીનીઓમાંથી ૪૦ વિદ્યાર્થીનીઓ યુની. ટોપ ૧૦૦  માં સ્થાન મેળવ્યું છે
જે બદલ પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઇ અમૃતિયા, પ્રિન્સીપાલ આરતી રોહન અને સ્ટાફ પરિવારે તમામ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા છે કોલેજમાં નવા એડમીશન પણ શરુ થઇ ચુક્યા છે

(9:55 pm IST)