Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

વિસાવદર પોલીસ સ્ટેશનમાં આઠ શખ્સોએ મચાવ્યો હંગામો

દેકારો કરી પોલીસ કર્મીઓની ફરજમાં રૂકાવટ

 જુનાગઢ, તા., ૧: વિસાવદર પોલીસ સ્ટેશનમાં રાત્રીના આઠ શખ્સોએ દેકારો અને ગાળાગાળી કરીને પોલીસ કર્મીઓની ફરજમાં રૂકાવટ કરતા સનસની મચી ગઇ હતી.

આ અંગેની વિગતો એવી છે કે તા.૩૦ની મોડી રાત્રીના વિસાવદરમાં બસ સ્ટેન્ડ પાસે રહેતો રજાકભાઇ હાસમ મોદી અને તેનો દિકરો અસ્લમ ઉપરાશ્રંત અન્ય પાંચ અજાણ્યા શખ્સો વિસાવદર પોલીસ સ્ટેશનમાં જઇ ચડયા હતા.

અહી આ શખ્સોએ જોરશોરથી દેકારો કરી ગાળો બોલી હતી અને પોલીસની ફરજમાં રૂકાવટ કરતા હલચલ મચી ગઇ હતી. આ બનાવમાં ઇન્ચાર્જ પીઆઇ એચ.બી.રાઠોડે તમામ શખ્સો સામે કલમ ૧૪૩, ૧૮૬, અને ર૯૪ (ખ) મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી. પોલીસ સ્ટેશન આ શખ્સોની ધમાચકડીથી પોલીસ બેડામાં હલચલ મચી ગઇ હતી.

(3:55 pm IST)