Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની સંગઠન પર્વ અંતર્ગત બેઠક મળી

ખંભાળીયા, તા. ૧: તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા સંગઠન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંગઠન ઇન્ચાર્જ (સહ) તરીકે પૂર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ તથા અમીબેન પારેખ, જિલ્લા પ્રમુખ કાળુભાઇ ચાવડા, પૂર્વમંત્રીશ્રી મુળુભાઇ બેરા, ખીમભાઇ જોગલ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા તથા આગામી દિવસોમાં સદસ્વતા અભિયાન તથા સંગઠન માટે જુદા જુદા પ્રયત્નો તથા કાર્યક્રમો કરવામાં આવશે તેની જાહેરાત પણ થઇ હતી.ભાજપના સંગઠન સહ ઇન્ચાર્જશ્રી રજનીભાઇ પટેલ દ્વારા દ્વારકા જિલ્લામાં સંગઠન પર્વના ઇન્ચાર્જ તરીકે પૂર્વ તા.પં. પ્રમુખ ભાણવડના શ્રી ખીમભાઇ જોગલની નિયુકત કરવામાં આવી હતી.

જિલ્લા સંગઠન પ્રમુખશ્રી ખીમભાઇ જોગલ દ્વારા દશેય સંગઠનમાં પ્રમુખની સંગઠનના સંઘોમાં નિમણૂંક કરીને આગળ કાર્યક્રમો યોજવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

(2:08 pm IST)