Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

માણાવદરમાં આખલા ગમે ત્યારે યુધ્ધે ચડે છે : પકડવામાં તંત્રની નિષ્ફળતા !?

અનેક લોકો હડફેટે ચડયા અનેક વાહનોને નુકશાન થયુ છે

માણાવદર તા.૧ : માણાવદર પાલિકા તંત્રની સરેઆમ લાપરવાહી અને પાપે શહેરમાં દરરોજ આખલાઓના હડફેટે પ્રજાજનો ચઢે છે. અનેક નાગરીકોના હાડકા ભાંગ્યા છે તો અનેક લોકો આખલાની હડફેટે ચડી ગયા તેને ગંભીર ઇજાઓ થઇ રહી છે.

શહેરભરમાં રીતસર આખલાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. વાહનો હડફેટે ચડે તો તેનો ભૂકા બોલાવે છે.

અગાઉ ડીવાયએસપીની મીટીંગમાં પાલિકા પ્રમુખે આખલાને પકડવાની વાત કરી હતી પરંતુ તેનો આજ સુધી કોઇ અમલ થયો નથી પાલિકાની સરેઆમ લાપરવાહીથી ૩૫ હજારની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. હવે તો વિદ્યાર્થીઓ બાળકોને બહાર નીકળતા ડર લાગે છે તેમાં ગઇકાલે સવારે બહારપરામાં પાલિકાની ખુદની રોડ અંગેની તોભંગ દિવાલવાળી તકકતી આખલાના કારણે તૂટી ગઇ હતી પરંતુ કાર્યવાહી કયારે ? પ્રજા પૂછે છે?

(12:14 pm IST)