Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

ઢાંક જૂથ વિવિધ કાર્યકરી સહકારી મંડળીની ચુંટણીમાં જમનભાઇ ગેડીયા તથા પેનલનો વિજય

ઢાંક તા.૧ : સને ૨૦૧૯થી ૨૦૨૪ના વર્ષની ચુંટણી યોજાતા વર્તમાન બોડીના ભીખાભાઇ નાથાભાઇ ગજેરાની પેનલ સામે જમનભાઇ ગેડીયા ખેડૂત વિકાસ પેનલનો વિજય થયો છે.

ઢાંક વડેખણ અને ચરેલીયા ગામના ખેડૂત સભાસદોના આગ્રહથી જમનભાઇ ગેડીયા ખેડૂત વિકાસ પેનલ પ્રતિષ્ઠા ભરી ચુંટણીમાં ઝંપલાવ્યુ હતુ. ભીખાભાઇની પેનલની ખેડૂત પેનલ ચુંટણી જંગમાં ઉતરેલ પરંતુ તેમની પેનલનો એકપણ સભ્ય ખાતુ ખોલાવી શકયા નહોતા.

ઢાંક સહકારી મંડળીની ચુંટણીનું પરિણામ જાહેર થતા વિજેતા તમામ સભ્યો અને મોટી સંખ્યામાં સભાસદો સાથે બસ સ્ટેશન પાસે આવેલ. સિધ્ધિ વિનાયક ગણેશ મંદિર ખાતે અબિલ ગુલાલના છોડ સાથે આવી ગણેશ મંદિરે શીશ નમાવી આશિર્વાદ મેળવ્યા હતા.

ખેડૂત વિકાસ પેનલના વિજેતા સભ્યો જમનભાઇ ગેડીયા, બહાદુરભાઇ માંકડ, જે.કે.વાળા (ચરેલીયા), અમરાભાઇ વિઝુંડા, ગીગનભાઇ કરોતરા, કિશોરભાઇ ગજેરા, કિશોરભાઇ પાઘડાર, પ્રફુલભાઇ ગોરસીયા, બાવજીભાઇ સુતરીયા, અશોકભાઇ નારીયા, હરેશભાઇ ગજેરા, મધુભાઇ ગેડીયા, રેખાબેન ગેડીયા, જયાબેન લકકડ સહિતની સભ્ય જંગીમતોથી વિજય થયા છે.

(12:13 pm IST)