Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

અમરેલી પંથકમાં મેઘમહેરથી ગીરની વનરાઈ ખીલી ઉઠી માલધારીઓ પશુઓને લઈ ચરિયાણ માટે નીકળી પડયા.

વરસાદી પાણી નદી-નાળામાં આવી જતા ગીરના માલઢોર નહાવાની મજા

અમરેલી જિલ્લામાં મેઘમહેર થતા ગીરની વનરાઈઓ ખીલી ઉઠી છે. વરસાદનાં આગમનથી ગીર કાંઠાના ગામોમાં ઘાસચારાની તંગી દૂર થઇ છે  ગીરમાં લીલોતરી ફેલાતા માલધારીઓ પોતાના પશુઓને લઈ ચરિયાણ માટે નીકળી પડયા હતા

 આ સાથે વરસાદી પાણી નદી-નાળામાં આવી જતા ગીરના માલઢોર નહાવાની મજા માણી રહ્યા છે. તો આ દ્રશ્યો સાથેસાથે સાવજોની ડણક પણ સંભળવા મળી રહી છે. ખીલી ઉઠેલી વનરાઇઓનાં અનેક મનમોહક વીડિયો સામે આવ્યા છે.

(12:12 pm IST)