Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

કોડીનારમાં ખોટો ફોન કરી વિજ કર્મચારીને દોડાવી માર માર્યો...

તંત્રને આવેદન આપી રક્ષણની માગણીઃ પોલીસ ફરીયાદ

કોડીનાર તા. ૧ :.. કોડીનારની મેમણ કોલોની ખાતે રહેતા એક માથા ભારે મુસ્લીમ શખ્સે પીજીવીસીએલ.ના એક કર્મચારીને માર મારીને આ કર્મચારી સામે ખોટી પોલીસ ફરીયાદ ઇજનેરો સહિત તમામ કર્મચારીઓએ તેમના રક્ષણની માગણી સાથે આ માથા ભારે શખ્સ સામે કડક પગલાં ભરવાની માગણી કરતુ એક આવેદન પત્ર આપ્યું હતું.

કોડીનાર મેમણ કોલોની પાસે ઇલેકટ્રીક  વાયર પડી ગયો છે. અને કોઇને શોર્ટ લાગશે તેવો ખોટો ફોન કરી મોહસીન ઓસ્માણ હાલાઇ નામના શખ્સે પીજીવીસીએલના કર્મચારીને દોડતા કર્યા હતાં. આ ફોનથી ખરાઇ કરવા માટે લાઇનમેન કાદુભાઇ સીદીભાઇ નકુમ મેમણ કોલોની ખાતે ગયેલા.

ત્યારે ત્યાં કોઇ ઇલે. વાયર ન પડયો હોવાનું માલુમ પડેલ જેથી ખોટો ફોન કરવા બદલ કાદુભાઇએ મોહસીનને ઠપકો આપતા આ શખ્શ પીજીવીસીએલ. ના કર્મચારી કાદુભાઇને માર મારવા લાગેલ જેની જાણ થતા નાયબ ઇજનેર ડી. ડી. ડોડીયા સ્થળ ઉપર પહોંચતા તેમની સાથે પણ ગાળા ગાળી કરી હતી.

(12:11 pm IST)