Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

ગોંડલમાં ટાઉનહોલ ખાતે મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇએ પ્રધાનમંત્રીના ‘‘મન કી બાત’’ કાર્યક્રમને લોકો સાથે બેસી સાંભળ્યો

ગોંડલ : રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે ગોંડલ ખાતે ગોંડલના રાજવી મહારાજા સરભગવતસિંહજી ટાઉન હોલ - લાયબ્રેરી તથા પૂ. પ્રમુખ સ્વામી મહારાજ સાયન્સ સેન્ટર કમ સ્પોર્ટસ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કર્યુ હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ વડાપ્રધાનશ્રીના ‘‘મન કી બાત’’ કાર્યક્રમને લોકો સાથે બેસીને માણ્યો હતો. તેઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આગામી બે વર્ષ સુધી પાણીને પ્રાધાન્ય આપીને વિકાસના કામોને આગળ ધપાવવામાં આવશે.

વડાપ્રધાનશ્રીના જળ અભિયાન અંતર્ગત વરસાદના પાણીનો એક-એક ટીપુ બચાવવા દેશના જન આંદોલનમાં ગુજરાત પુનઃ જોડાશે અને આગેવાની લેશે તેવી ખાત્રી આપી હતી.

મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી એ વધુમાં જણાવ્યું હતું કે સમાજ જીવનને સ્પર્શતા વિષયો-બાબતોની સહજ ભાવે સંવાદગોષ્ઠિ ટુ વે કોમ્યુનિકેશનથી મન કી બાત આજે સવાસો કરોડ ભારતવાસીઓના મનની જન-જનની વાત બની ગઇ છે

(3:43 pm IST)