Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

ભુજ, અંજાર, મુન્દ્રા, માંડવી, ગાંધીધામ, નખત્રાણા તાલુકા પંચાયતોમાં વિરોધ પક્ષના નેતા, ઉપનેતા, દંડકની વરણી

ગ્રાન્ટ ફાળવણીમાં ભેદભાવ , ભ્રષ્ટાચાર , સ્ટાફની ઘટ વિગેરે બાબતે લડત ચલાવશે

ભુજ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંણીઓ બાદ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા કચ્છ જિલ્લાના ૬ તાલુકાઓમાં તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના વિપક્ષી નેતા , ઉપનેતા , દંડકની વરણી કરાઈ છે , જેમાં નખત્રાણા તાલુકા પંચાયતના વિપક્ષી નેતા તરીકે કેતનભાઈ પાંચાણી , ઉપનેતા તરીકે ઓસમાણ હાજી ખાન સુમરા , માંડવી તાલુકા પંચાયતના વિપક્ષી નેતા તરીકે અરવિંદસિંહ આર. જાડેજા , ઉપનેતા તરીકે કલ્પનાબેન વાસાણી , મુન્દ્રા તા.પં.ના વિપક્ષી નેતા તરીકે નવિન મેઘજી ફફલ , ઉપનેતા તરીકે આશારીયા લાખા ગેલવા , દંડક તરીકે અલ્તાફ રેલિયા , અંજાર તાલુકા પંચાયતના વિપક્ષી નેતા તરીકે યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા , ઉપનેતા વિષ્ણુ રામજી બાંભણિયા અને દંડક તરીકે જગદીશ વી. સથવારા , ગાંધીધામ તાલુકા પંચાયતના વિપક્ષી નેતા તરીકે અલ્પેશ જીવરામ ઝરૂ , ઉપનેતા વાલબાઈ નાગશી નોરિયા , દંડક મંગાભાઈ આશાભાઈ રાઠોડ , ભુજ તા.પં.ના વિપક્ષી નેતા તરીકે અનિલ શિવજીભાઈ આહિર , ઉપનેતા ઓસમાણ માનસીંગ સમા , દંડક તરીકે રાણભાઈ બુધાભાઈ મહેશ્વરીની વરણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા કરાઈ છે.

 

આ નિમણૂંક અંગેનો પત્ર કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ તમામ નિમણૂંકોને આવકારી અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે , કોંગ્રેસ પક્ષના સ્વચ્છ પ્રતિભા ધરાવતા જન પ્રતિનિધિઓ કોંગ્રેસ પક્ષનો અવાજ વધુ બુલંદ કરશે અને તાલુકા પંચાયતો જે ભાજપ શાસીત છે ત્યાં ગ્રાન્ટ ફાળવણીમાં ભેદભાવ , ભ્રષ્ટાચાર , સ્ટાફની ઘટ વિગેરે બાબતે લડત ચલાવશે તેવો આશાવાદ વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી.

આ નિમણૂંકોને વિપક્ષી નેતા લખીબેન રમેશ ડાંગર , પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હુંબલ , આદમભાઈ ચાકી , સંતોકબેન આરેઠિયા , જુમાભાઈ રાયમા , શૈલેન્દ્રસિંહ જાડેજા , શામજીભાઈ આહિર , ગનીભાઈ કુંભાર , હરેશભાઈ વરચંદ , કરશનભાઈ રબારી , હાજી ગનીભાઈ માંજાેઠી , ખેરાજ ગઢવી , ચંદુભા જાડેજા , રાજેશભાઈ મમુભાઈ આહીર , રામદેવસિંહ જાડેજા , પી.સી. ગઢવી , ઘનશ્યામસિંહ ભાટી , તકીશા સૈયદ , નારાણ બડીયા , ધીરજ રૂપાણી વગેરેએ આવકારી હતી 

(12:35 am IST)