Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

મોરબી જીલ્લામાં ઉચ્ચતર માધ્યમિક શાળાના ૧૫ ઉમેદવારોને કલેકટરના હસ્તે નિમણુક હુકમો એનાયત

મોરબી : બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી – ૨૦૨૧ અન્વયે શાળા ફાળવણી પામેલ રાજયના કુલ ૨૯૩૮ ઉમેદવારોને નિમણુંક હુકમ આપવાનો કાર્યક્રમ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી ઓનલાઇન યોજવામાં આવ્યો હતો.

    જે અન્વયે મોરબી જિલ્લાની કુલ – ૬ બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ ૧૫ ઉમેદવારોને કલેકટર મોરબીના વરદ હસ્તે નિમણુંક હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે મોરબીમાં કુલ ૧૫ પૈકી બાયોલોજી, કોમર્સ, ઇકોનોમીક, અંગ્રેજી, ગુજરાતી, મનોવિજ્ઞાન, સંસ્કૃત વિષયના શિક્ષકોનો સમાવેશ થાય છે

  શિક્ષણ સહાયક તરીકે નિમણૂંક પામનાર બીનાબેન કાનાણી, મહેન્દ્રભાઇ સોનાગરા, નિર્મલસિંહ જાડેજા, બીનાબેન સોલંકી, સમીનાબેન શેખ, નીલાબેન વાડોલીયા, ખુશ્બુ અબડા, પ્રવિણકુમાર નકુમ, લતાબેન પવર, નમ્રતાબા ચૂડાસમા, ઝોહરા વિરાણી, ભાવીના ગૌસ્વામી, પીનાઝ ગહા, સુમીતાબેન વધાડીયા, શોભનાબેન જાંઝવાડીયાને જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ હસ્તે નિમણૂંક પત્રો એનાયત કરી તમામ નવનિયુક્ત શિક્ષણ સહાયક તરીકે નિમણૂંક મેળવનારને શુભેચ્છા પાઠવી હતી

(10:26 pm IST)