Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

ઈફકો દ્વારા 'સહકાર રત્ન' માટે અમરેલીના અશ્વિન સાવલીયાની પસંદગીને આવકાર

શ્રેષ્ઠ વ્યકિત-શ્રેષ્ઠ એવોર્ડઃ ઈફકોના પદાધિકારીઓ-અધિકારીઓ, બોર્ડ સભ્યશ્રીઓનો આભારઃ ભાવના ગોંડલીયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧ :. દેશની મોભાદાર સહકારી સંસ્થાએ 'સહકાર રત્ન' એવોર્ડનો કળશ અમરેલીના માથે ઢોળવા બદલ અને સહકારી ક્ષેત્રે સૌના જાણીતા - માનીતા અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયાની પસંદગી કરવા બદલ ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મંત્રી અને સહકારી મહિલા અગ્રણી ભાવના ગોંડલીયાએ ઈફકોના પદાધિકારીઓ, અધિકારીઓ અને સમગ્ર બોર્ડ સભ્યશ્રીઓ પ્રતિ આભારની લાગણી વ્યકત કરી સહકારી ક્ષેત્રે અમરેલી જીલ્લાની કામગીરી સમગ્ર દેશમાં રોશન થવા બદલ આનંદ વ્યકત કર્યો છે.

ગોંડલીયા એ ઈફકોના પદાધિકારીઓ ચેરમેન બલવિંદરસિંહ નકયી, વાઈસ ચેરમેન ખેડૂત નેતા દિલીપ સંઘાણી, મેનેજીંગ ડીરેકટર ડો. યુ.એસ. અવસ્થિ, માર્કેટીંગ ડાયરેકટર યોગેન્દ્રકુમારસિંગ, બોર્ડ ઓફ ડાયરેકટર તેમજ એવોર્ડ પસંદગી કમિટીનો આભાર માન્યો હોવાનું યાદીમાં જણાવાયેલ છે.

(12:58 pm IST)