Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

બાબરા ભાજપ દ્વારા સેવાહીત કાર્યક્રમ

બાબરા : શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા પાલિકાના પ્રમુખ લલીતભાઇ આંબલીયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નેતૃત્વ હેઠળ ૭ વર્ષ પુર્ણ થતા પાલિકા વોર્ડ દીઠ માસ્ક વિતરણ સેનેટાઇઝર રેશનીંગની કીટ બાળકો માટે નાસ્તો તેમજ કેરીનું વિતરણનું આયોજન કરાયુ છે. વોર્ડ નં.૩માં નગરસેવક ભુપતભાઇ બસીયા, નરેશભાઇ મારૂ દ્વારા કેરીનું વિતરણ કરાયુ હતુ. બાબર લુહાર જ્ઞાતિની વાડી ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ. સફળ બનાવવા માટે ભાજપના આગેવાન બીપીનભાઇ રાદડીયા, ભુપેન્દ્રભાઇ બસીયા સુચનો કર્યા હતા. આ તકે પાલિકાના ઉપપ્રમુખ વસંત તેરૈયા, પૂર્વ મહામંત્રી અલ્તાફભાઇ નથવાણી, અંકુરભાઇ જસાણી, બાવકુભાઇ બસીયા, નિતીનભાઇ દસલાણીયા, શંભુભાઇ પાંચાણી, પ્રતાપભાઇ ખાચર સહિત સંગઠનના હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર - અહેવાલ : દિપક કનૈયા, બાબરા)

(12:58 pm IST)