Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

જામનગરમાં સોના-ચાંદીના દાગીનાની રૂ. ૧.૬૮ લાખની ચોરી કરનાર રમેશ પરમાર ઝડપાયો

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૧: પોલીસ અધિક્ષક દીપન ભદ્રન તથા મદદનીશ પોલીસ અધિક્ષક નીતેશ પાંડેયની સુચના અને પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ભોયેના માર્ગદર્શન મુજબ સીટી બી ડીવી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ. ઇન્સ. વાય.બી.રાણા તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો દ્વારા એક માસ પહેલા વાલ્કેશ્વરીનગરીમાં આવેલ એક બંધ મકાનમાં થયેલ સોના તથા ચાંદીના દાગીનાની મળી કુલ રૂ. ૧,૬૮,૦૦૦ની ચોરી થયેલનો ગુન્હો દાખલ થયેલ હતો.

 દરમ્યાન પો.હેડ કોન્સ. શોભરાજસિંહ જાડેજા તથા ક્રિપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. ફૈઝલભાઇ ચાવડા તથા કિશોરભાઇ પરમારને ચોક્કસ સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે રમેશ ઉર્ફે રમલો સેફાભાઇ કાબાભાઇ પરમારને રહે. જામનગર વાળો હાલ વિકાસ રોડ પર સોના તથા ચાંદીના દાગીના સસ્તામાં વેચવા માટે પ્રયત્ન કરે છે તે હકીકત આધારે વિકાસ રોડ પરથી આરોપી રમેશ ઉર્ફે રમલો સ/ઓ સેફાભાઇ કાબાભાઇ પરમાર જાતે દેવીપુજક  વેડવા ઉ.વ.૩૦, ધંધો મજુરી રહે. સાત રસ્તા, પ્રદર્શન ગ્રાઉન્ડ, ઝુંપડપટ્ટી, જામનગર વાળાને પકડી પાડેલ અને પાસે ચોરીમાં ગયેલ સોના-ચાંદીના તેમજ ઇમીટેશન જવેલરી મળી કુુલ કિ. રૂ. ર,૧૬,૬૦૦ની કિંમતના દાગીના રીકવર કરી કબ્જે કરવામાં આવેલ છે અને અનડીટેકટ ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્સ. કે.જે.ભોયે, પો.સબ ઇન્સ. વાય.બી.રાણા, એ.એસ.આઇ, બશીરભાઇ મુંદ્રાક તથા પો.હેડ કોન્સ. શોભરાજસિંહ જાડેજા, રાજેશભાઇ વેગડ, રવીન્દ્રસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, મુકેશસિંહ રાણા તથા પો.કોન્સ. શિવભદ્રસિંહ જાડેજા, હરદીપભાઇ, કિશોરભાઇ પરમાર, ફૈઝલભાઇ ચાવડા, દેવેનભાઇ ત્રિવેદી, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(12:57 pm IST)