Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

જામનગરમાં અમારા ઘર સામે કેમ જોવો છો? તેમ કહીને માર માર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧: સીટી બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિરેન્દ્રભાઈ જેઠાલાલ શાહ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૧–પ–ર૧ ના રોજ શરૂસેકશન રોડ, એસ.વી.ટી.કોલેજ સામે, મહેક સર્વીસ સ્ટેશન પાસે, જામનગરમાં ફરીયાદી વિરેન્દ્રભાઈનો દિકરો જેનીલ આરોપી આમીનભાઈ, આશીક, અલ્તાફ ના ઘર પાસેથી પસાર થતા આરોપીઓ તુ અમારા ઘર સામે શું કામ જોશ તેમ કહી ઝઘડો કરતા ફરીયાદી વિરેન્દ્રભાઈ સમજાવવા જતા આરોપીઓ ફરીયાદી વિરેન્દ્રભાઈ તથા તેના પુત્રને ગાળો

આઈશર ગાડીએ ઠોકર મારતા ઈજા

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જયરાજસિંહ મંગળસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છેે કે, તા.ર૭–પ–ર૧ ના ગુંદા ગામના પાટીયા પાસે રોડ ઉપર આરોપી આઈશર વાહન જેના રજી.નં. જી.જે.૦૩–એ–ઝેડ–૭૭૦૦ નો ચાલક પોતાની આઈશર ગાડી પુર ઝડપે અને બેફીકરાઈથી ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના કાકા યુવરાજસિંહ સાથે ભટકાડી એકસીડન્ટ કરી જમણા પગમાં ઘુંટીના ભાગે ફેકચરની ઈજા કરી નાશી જઈ ગુનો કરેલ છે.

કાટછાપનો જુગાર રમતા બે ઝડપાયા

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મયુરભાઈ હિરાભાઈ શીયાળીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૧–પ–ર૧ ના સાત રસ્તા પાસે, પ્રદર્શન ગ્રાઉન્ડમાં આરોપી મનોજ દિપકભાઈ આશવાણી, ઈમરાન હસન આરબ રે. જામનગરવાળા જાહેરમાં રૂપિયા–૧ ના સિકકાથી કાટ–છાપનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૩૧૧/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સંગ ચીરોડા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. કૌશિકભાઈ દેવાયતભાઈ કાંબરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧–૬–ર૧ ના સંગ ચીરોડા ગામની સીમમાં તખુભા અભેસંગ ગોહીલની વાડીએ મકાન પાછળ ખુલ્લામાં આરોપી શકિતસિંહ કાળુભા ચાવડા, બહાદુરસિંહ તખુભા ચાવડા, લખધીરસિંહ દેવુભા ચાવડા ભુપતગીરી પ્રેમગીરી ગોસ્વામી, રે. સંગ ચીરોડા ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમતા પૈસાની હારજીત કરી રોકડા રૂ.૪૪૮૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:55 pm IST)