Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પોઝીટીવ કેસ કરતા ડબલ ડિસ્ચાર્જઃ મ્યુકોરમાઇકોસીસના સપ્તાહથી એક પણ નવા કેસ નહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંક્રમણમાં થતા સતત ઘટાડાની અસર પોઝીટીવ કેસ તથા સાજા થતા ડિર્સ્ચાજ કેસો પર સ્પષ્ટ જોવા મળીરહી છે. સતત ૬ ઠ્ઠા દિવસે પણ ર૪ કલાકમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા સામે સાજા થનાર ડિસ્ચાર્જની ડબલ સંખ્યા રહી છે.

ર૪ કલાકમાં ર૯ કેસો નોંધાયા છે. જેની સામે કુલ ૬૬ દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે.મ્યુકો માઇકોસીસના અગાઉ થયેલા ૧૬ કેસ પછી કોઇ નવો કેસ એક સપ્તાહથી નોંધાયો નથી તે રાહતની વાત છે.

(12:54 pm IST)