Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

જામનગરમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કોરોના વેકસીનેશન કેમ્પ

જામનગર : મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જ્ઞાનગંગા સ્કુલ ખાતે વેકસીનેશન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. લોકોને માસ્ક તેમજ સેનેટાઇઝર વિતરણ કરાયુ હતુ. આ તકે મેયર બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઇ હિંડોચા, કોર્પોરેટર શોભનાબેન પઠાણ, હર્ષાબા જાડેજા, જયંતીભાઇ ગોહિલ, પરેશ દોમડીયા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, ભરતભાઇ પરમાર, વિજયસિંહ ચાવડા, ભરતસિંહ ચુડાસમા તથા જ્ઞાનગંગા સ્કુલના સંચાલક વિમલભાઇ ગઢવી તથા દિવ્યેશભાઇ ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(12:53 pm IST)