Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

પાલિકામાં બહુમતી સદસ્યો કોંગ્રેસમાં છે

ભાણવડ પાલિકાને સુપરસીડની નોટીસથી ફરી રાજકારણ ગરમાયુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧ : ભાણવડ પાલિકામાં સરકારના શહેરી વિકાસના દ્વારા સુપરસીડની નોટીસ મળતા  ફરી રાજકારણમાં ગરમાવો શરૂ થયો છે.

ભાણવડ પાલિકામાં ર૪માંથી ૧૬ સભ્યો ભાજપમાં ચુંટાયેલા પછી સ્થાનિક અસંતોષથી આઠ સભ્યો કોંગ્રેસમાં મળી જતાં કોંગ્રેસ પાસે ૧૬ થતાં અવિશ્વાસ દરખાસ્ત પસાર કરાવે છે. પણ ૧૧-૬-ર૧ સુધીમાં ૧ર વાગ્યે સામાન્યસભામાં ઠરાવ કરીનેશ હેરી વિકાસ ખાતાએ ભાણવડ પાલિકાને શા માટે સુપરસીડના કરવી તેનો જવાબ આપવો.

અન્યથા પાલિકા ભાણવડ અંદાજ પત્ર પસાર કરવામાં તથા પ્રાથમિક જવાબદારીઓ પુરી કરવામાં નિષ્ફળ જશે તેમ માનીને આગળ કાર્યવાહીનું જણાવ્યું છે.

પાલિકામાં બહુમતિ કોંગ્રેસ પાસે છે ત્યારે આ મિટીંગમાં શુ થશે તે અટકળો લાગે છે તો ભાણવડ પાલિકામાં આ ગંભીર સ્થિતિ ઉભી કરવામાં સ્થાનિક સતાવાળાઓને જવાબદાર ગણતા ધારાસભ્ય વિક્રમભાઇ માડમ આ મુદ્દે ઉગ્ર લડત હાલ કરી રહયા છે.

(12:53 pm IST)