Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

જુનાગઢમાં ધોળા દિવસે બંધ મકાનમાંથી દાગીના સહીત રૂ. ૭૩ હજારની મતાની ચોરી

અજાણ્યા શખ્સે તાળુ ખોલીને હાથફેરો કર્યો

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૧: જુનાગઢમાં ધોળા દિવસે બંધ મકાનમાંથી દાગીના સહીત રૂ. ૭૩ હજારની મતાની ચોરી થતા સનસની મચી ગઇ હતી.

આ અંગેની વિગતો એવી છે કે જુનાગઢમાં ભારત મીલ પાસે આવેલ માશુકથા પરામાં રહેતા મૌલાના સમીર રજા સલીમભાઇ સોઢાના પત્ની રોહીનાબેન ગઇકાલે સવારે ૯.૩૦ની આસપાસ પોતાનું ઘર બંધ કરી ચાવી મકાનના નીચેના ભાગે ઇંટ નીચે રાખી દવાખાને ગયા હતા.

 આ દરમ્યાન બપોરના ૧૨.૩૦ સુધી બંધ રહેલા મકાનનું તાળુ ચાવીથી ખોલી કબાટમાંથી રૂ. પ૩ હજારની રોકડ તેમજ સોનાના દાગીના મળી કુલ રૂ. ૭૩ હજારના મુદામાલની ચોરી કરી અજાણ્યો શખ્સ નાસી ગયો હતો.

આ અંગે રાત્રે એ ડીવીઝન પોલીસે મૌલાના સમીર રજા સોઢાની ફરીયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ચોરીના આ બનાવમાં જાણભેદુ હોવાની આશંકા સેવાઇ રહી છે. વિશેષ તપાસ પીએસઆઇ વી.આર.ચાવડા ચલાવી રહયા છે.

(12:50 pm IST)