Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

જુનાગઢ ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે મનન અભાણી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૧: જુનાગઢ મહાનગર ભાજપના હોદેદારોની ગઇકાલે વરણી કરવામાં આવેલ જેમાં યુવા મોરચાના પ્રમુખ તરીકે મનનભાઇ અભાણીની વરણી થતા આગેવાનો અને કાર્યકર્તા દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહયા છે.

મનનભાઇ સરળ વ્યકિતત્વ ધરાવે છે બધાને સન્માન આપનાર યુવામોરચાનું ઘરેણુ અને પાર્ટીના કાર્યક્રમમાં સક્રિય ભુમિકા સેવાકીય પ્રવૃતિ તેમજ સામાજીક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં યુવાનોને જોડી અને ભારતીય જનતા પાર્ટી યુવા સંગઠનને મજબુત બનાવવામાં જેનો સિંહફાળો છે તેઓનો ભાજપ મહાનગર યુવા મોરચાને ખુબ આગળ લાવવામાં સફળતા મેળવેલ છે. મનનભાઇની આ વરણીને જુનાગઢ શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઇ શર્મા તથા મહામંત્રીઓ સંજય મણવર, ભરત શિંગાળા, શૈલેષ દવેએ આવકારી અભિનંદન પાઠવ્યા છે.

(12:50 pm IST)