Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

રાણાવાવની સીમમાં ૩,૯૦ કરોડની સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો જમાવનાર ૮ શખ્સો સામે પોલીસ ફરીયાદ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧: રાણાવાવના ભોદ ગામની આશાબા સીમમાં ૩,૯૦ કરોડની સરકારી ગોંચર જમીન ઉપર ગેરકાયદે કબજો જમાવનાર ૮ શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

રાણાવાવના ભોદ ગામ આશાબા સીમમાં સરકારી ગોંચર જમીન ઉપર ૩૦ વર્ષથી ગેરકાયદે કબજો જમાવનાર સમીર સામત બાપોદરા, બાબુભાઇ કેશવાલા, કેશુ કરશન, લખમણ જીવા, હરીશ નગા, જગદીશ પરબત, કેશુભાઇ દેવા, તથા સંજય સામંત સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ જમીન શાખાના ઓફીસર હાર્દિકભાઇ નિમાવતે નોંધાવી છે. આ પોલીસ ફરીયાદમાં જણાવેલ કે આઠેય શખ્સોએ સરકારી ગોંચર જમીન ૨૮,૮૦ હેકટર જેની જંત્રી મુજબ કિંમત રૂ.૩૯૦,૩૨૦૦૦ થાય છે તેની ઉપર ગેરકાયદે દબાણ કરેલ છે.

(12:49 pm IST)