Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

હળવદ તાલુકામાં કોરોનાનો માત્ર ૧ કેસ : અન્ય ચાર તાલુકામાં નીલ

વધુ ૨૨ દર્દીઓ સ્વસ્થ થયા, એકટીવ માત્ર ૮૯ રહ્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧:  જીલ્લામાં કોરોના કેસો નામ માત્ર રહી જવા પામ્યા છે મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં માત્ર ૧ કેસ નોંધાયો છે તો જીલ્લાના ચાર તાલુકામાં એકપણ નવો કેસ નોંધાયો નથી.

હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં માત્ર ૧ કેસ નોંધાયો છે જયારે મોરબી, વાંકાનેર, ટંકારા અને માળિયા તાલુકામાં નવો એકપણ કેસ નોંધાયો નથી જીલ્લામાં વધુ ૨૩ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એકટીવ કેસનો આંક માત્ર ૮૯ જોવા મળે છે.

(12:47 pm IST)