Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

મોરબી અને ટંકારા પોલીસના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ ઝડપાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૧: મોરબી સિટી એ ડિવિઝનના ક્રિકેટના સટ્ટાના ગુનામાં ફરાર એક શખ્સ તથા ટંકારાના છેતરપીંડીના ગુનામાં ફરાર બે શખ્સો છેલ્લા ૭ મહિનાથી ફરાર હોય પેરોલ ફર્લો સ્કવોડે સુરતથી ત્રણેય આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા કાર્યરત હોય દરમિયાન ટંકારા પોલિસ સ્ટેશનના છેતરપીંડીના ફરાર આરોપીને સોહિલ ઇકબાલભાઈ તરખેસા અને રજાક ઉર્ફે હકો કરીમભાઈ ચૌહાણ (રહે. બન્ને બોખલા દરવાજા, હુસેની ચોક, જેતપુર) વાળાઓને સુરત ખાતેથી પકડી પાડેલ છે. જયારે મોરબી સિટી એ ડિવિઝનના ક્રિકેટ સટાના ગુનામાં ફરાર પારસભાઈ ચંદુભાઈ વસાણી (રહે. સુરત) વાળાને પણ ઝડપી લીધો હતો.

આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી.બી. જાડેજા, પીએસઆઈ એન.બી. ડાભી, એ.ડી. જાડેજા, એએસઆઈ પોલાભાઈ ખાંભરા, રસિકભાઈ ચાવડા, સંજયભાઈ પટેલ, રજનીભાઈ કૈલા, કૌશિકભાઈ મારવાણીયા, હેડ કોન્સ. વિક્રમસિંહ બોરાણા, સંજયભાઈ મૈયડ, ચંદ્રકાંતભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, જયેશભાઈ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, કોન્સ. બ્રિજેશભાઈ કાસુન્દ્રા, ભરતભાઈ મિયાત્રા, અશોકસિંહ ચુડાસમાં અને સતિષભાઈ કાંજીયા જોડાયેલ હતા.

(12:46 pm IST)