Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

જસદણમાં કેન્દ્ર સરકારના શાસનના સાત વર્ષની ઉજવણી

જસદણ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સરકારને ૭ વર્ષની સફળતાના ભાગરૂપે આટકોટ ભાજપ અગ્રણી વિજયભાઇ વસાણીના હરિકૃપા પેટ્રોલીયમ ખાતે સેવાકીય કાર્યક્રમ અંતર્ગત આટકોટના લાભાર્થીઓને રાશનકિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા તેમજ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, મહામંત્રી મનસુખભાઇ રામાણી, મહામંત્રી મનીષભાઇ ચાંગેલા, જિલ્લા ભાજપ અગ્રણી મનોજભાઇ રાઠોડ સહિત પ્રદેશ અને જીલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઇ રામાણી, મહામંત્રી મનસુખભાઇ ડામસીયા, જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ પરેશભાઇ રાદડીયા, ધીરૂભાઇ રામાણી, રમેશભાઇ સાકરીયા, જસદણ શહેર પ્રમુખ અનિલભાઇ મકાણી, મહામંત્રી ભરતભાઇ છાયણી, પાલિકા પ્રમુખ પ્રતિનિધી અલ્પેશભાઇ રૂપારેલીયા, જીજ્ઞેશભાઇ હિરપરા, પંકજભાઇ ચાંવ, વિપુલભાઇ ત્રાપસીયા, પ્રકાશભાઇ પરવાડીયા, સરપંચ દેવશીભાઇ ખોખરીયા, અલાઉદ્દીનભાઇ ફોગ, અશોકભાઇ બથવાર સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા.(તસ્વીર-અહેવાલ : હુસામુદ્દીન કપાસી, જસદણ)

(11:54 am IST)