Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

ગોંડલ લેન્ડ ગ્રેબિંગ કેસના આરોપી એડવોકેટ ડીવાયએસપી સમક્ષ હાજર થયા

એડવોકેટે જિલ્લા પંચાયતની ચરખડી સીટ ઉપર કોંગ્રેસ તરફી ઉમેદવારી નોંધાવી હતી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧ : ગત સ્થાનિક સ્વરાજયની ચૂંટણી વેળાએ જિલ્લા પંચાયત ચરખડી સીટના કોંગ્રેસી ઉમેદવાર દિનેશભાઈ પાતર વિરુદ્ઘ લેન્ડ ગ્રેબિંગ કેસ નોંધાતા રાજકીય હડકંપ મચી જવા પામ્યો હતો.

પોલીસ ફરિયાદ બાદ થોડો સમય ફરાર રહેલાં દિનેશભાઇ પાતરે હાઇકોર્ટ માંથી આગોતરા જામીન મેળવી આજે સવારે ડીવાયએસપી સમક્ષ હાજર થયા હતા ત્યારે જણાવ્યું હતું કે તેઓ વિરુદ્ઘ રાજકીય કિન્નાખોરી રાખી લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.

બનાવ અંગે હાઈકોર્ટ દ્વારા તેઓને આગોતરા જામીન આપવામાં આવ્યા હતા પરંતુ તેઓ ને કોરોના થયો હોય હોસ્પિટલમાં સારવાર લઇ આરામની જરૂર હોય જે અંગે પોલીસને જાણ કરાઇ હતા. સ્વસ્થ થયા પછી આજે ડીવાયએસપી સમક્ષ હાજર થઈ જામીન ભરી આપવામાં આવ્યાછે. આગામી દિવસોમાં કાયદાકીય રીતે તમામ જાતની લડત આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.

(11:53 am IST)