Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના સાનિધ્યમાં આયોજીત ભાગવત કથામાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણી

આજે રાત્રે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે : શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના વ્યાસાસને આયોજીત ઓનલાઇન કથાનો લાભ લેતા ભાવિકો

વાંકાનેર,તા. ૧: બોટાદ જિલ્લાના સાળગપુરધામમાં આવેલ સૌનું આસ્થાનું પ્રતિક જગ વિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતેશ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર , સાળંગપુર આયોજિત કોરોનાની મહામારીમાં દેવલોક પામેલા ભકતનોના મોક્ષાર્થે તા.૧૪/ ૫/૨૧થી સાળગપુરધામની પાવન ભૂમિમાં દાદાના દરબારમાં 'શ્રીમદ્દ ભાગવત કથા' નો શુભપ્રારંભ ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે થયેલ હતો જે આજે કથાનો ( ૧૮મો) દિવસ છે જે ભાગવતકથા માં વ્યાસપીઠ ઉપર વકતાઃ પરમ પૂજય શાસ્ત્રીજીશ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજી  (અથાળાવારા) પોતાની મધુર વાણીમાં વિસ્તાર સાથે અનેરા સંગીતની શૈલી સાથે કથાનું રસપાન કરાવી ભાવિકોને ભાવવિભોર કરી રહયા છે. ગઈકાલે તા.૩૧/ ૫/૨૧ને સોમવારના રોજ કથામાં નવમા કષધમાં 'શ્રી રામ જન્મોત્સવ' અતિ આનંદ અને ઉત્સાહ પૂર્વક ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવાયેલ હતો. આજે ભાગવત કથામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉત્સાહ પૂર્વક ઉજવાશે. કથા કેટલા દિવસ ચાલશે તે કોઈ નિશ્ચિત નથી સાળંગપુરધામની પાવન ભૂમિમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ના દરબારમાં અને કોઠારી સ્વામી પૂજય શ્રી વિવેકસાગરસ્વામીદાસજી સ્વામીજી ના માર્ગદર્શન હેઠળ આ ભાગવત કથા ચાલી રહેલ છે દરરોજ રાત્રે ૮:૩૦ વાગ્યાથી ૧૦:૪૫ સુધી ભાગવત કથા નો સમય છે દાદાના દેસવિદેશમાં વસતા ભકતો સાળગપુર હનુમાનજી યુ ટ્યુબ ચેનલના માધ્યમથી ઘરે ઘરે ભકતો કથા શ્રવણ કરી રહયા છે ગઈકાલે કથામાં શ્રી રામ જન્મ ભકિતમયના દિવ્ય માહોલમાં ઉજવાયેલ હતો આ પ્રસંગે સંતો, અનેક જગ્યાએથી આવ્યા હતા તેમજ ભાવિક ભકતો ભાવ વિભોર બની રામજન્મોત્સવમાં સોસ્યલ ડિસ્ટન રાખીને 'રાસ' લીધેલ હતા. આજે પણ કથામાં એવી જ઼ રીતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ અતિ આનંદ અને ઉત્સાહ પૂર્વક ભકિતમયના દિવ્ય માહોલમાં દાદાના દરબારમાં ઉજવાશે સૌ હરી ભકતજનો ઘરે બેઠા પણ યુ ટ્યુબ સાળંગપુર હનુમાનજી દ્વારા લાભ લેશો. જે યાદી કોઠારી સ્વામીજી શ્રી વિવેકસાગરસ્વામીદાસજી તેમજ ડી.કે.સ્વામીજીએ જણાવેલ છે.

(11:53 am IST)