Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

ગોંડલમાં ભાજપા દ્વારા ઉકાળા, ફૂડ પેકેટ, માસ્ક અને મિથીલીન બ્લુનું વિતરણ

ગોંડલ : શહેર ભાજપ દ્વારા નરેન્દ્રભાઇ મોદીના વડાપ્રધાન પદના ૭ વર્ષ પુર્ણ થતા તે નિમિતે વિવિધ જગ્યા ઉપર ઉકાળા, ફૂડ પેકેટ, માસ્ક તેમજ મિથીલીન બ્લુનું વિતરણ કર્યુ હતુ. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, જિલ્લા મહામંત્રી મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રીનાબેન ભોજાણી, ગોંડલ ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા, મહામંત્રી અશોકભાઇ પરવાડીયા, મહામંત્રી ઉપેન્દ્રસિંહ જાડેજા, સીનીયર આગેવાન પૃથ્વીસિંહ જાડેજા, રમેશભાઇ મહેતા પાલીકા પ્રમુખ શિતલબેન સમીરભાઇ કોટડીયા, ઉપપ્રમુખ સંજયભાઇ ધિણોજા, કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા તથા પાલિકા સદસ્યો હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર-અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ)

(11:51 am IST)