Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

ધર્મભકિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા ઓનલાઇન સમર કેમ્પ યોજાયો

પ્રભાસપાટણ : ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત ધર્મભકિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા ઓનલાઇન સમર કેમ્પ યોજાયો હતો. લોકવિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર નરેશભાઇ એન.ગુંદરણીયાએ કહ્યુ કે હાલની કોરોના પરિસ્થિતિમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ આમ જનતા પ્રવૃતિમય રહે તે માટે ઘરમાં જ રહીને હાથવગા સાધનો આધારીત વિજ્ઞાન ગણિતની પ્રવૃતિ કરતા થાય તે ઉદ્દેશથી ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા તા.૧૦ સુધી આયોજન કરાશે.(તસ્વીર-અહેવાલ : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:49 am IST)