Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

જામજોધપુરના મોટી ગોપ વિસ્તારમાં હાઇકોર્ટનાં હુકમનો અનાદર કરીને પોલ ઉભા કરવાની કામગીરી

સરપંચ દ્વારા જીલ્લા કલેકટરને રજુઆત

જામજોધપુર તા. ૧: તાલુકાના મોટી ગોપ ગામે જેટકો કંપની તથા કિન્ટેક્ષ કંપની દ્વારા પોલ નાખવાનું કામ છેલ્લા ચાર વર્ષ થયા ચાલું છે આ કંપની ગૌચર વિસ્તારમાં દબાણ કરી ઇલેકટ્રીક પોલ કોઇપણ ક્ષેત્ર કે ડિપાર્ટમેન્ટની મંજૂરી લીધા વિના આ પોલ ઉભા કરવાનું કામ કરે છે ગામની પંચાયતે પણ કંપનીને ઠરાવ કરી નોટીસ અનેક વખત પાઠવેલ છે તેમજ આ કંપની સામે અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી આ રીટ સામે હાઇકોર્ટે કંપની વિરૂદ્ધ હુકમ કરી કલેકટરશ્રી જામનગરને હુકમ કરતા કલેકટરશ્રીએ તાલુકા પંચાયત કચેરીને આ દબાણ દુર કરવા જણાવેલ છે.

ત્યારબાદ આ બન્ને કંપની દ્વારા છેલ્લા દસ દિવસથી આ ગોચરની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરી કામ ચાલુ રાખેલ છે આમ હાઇકોર્ટના હુકમનું અનાદર કરી કામ ચાલુ કરી દેતા તેમની સામે તાત્કાલીન કાર્યવાહી કરી કામ અટકાવવા કાર્યવાહી કરવા તેમજ ગૌચરમાં દબાણ કરતા ગ્રામ પંચાયત દ્વારા પણ નોટીસ આપેલ છે તેમજ આ કંપની અગાઉ દબાણ કરેલ જગ્યા ખુલ્લી કરતા નથી જેથી સરકારરીના નવા નિયમ મુજબ લેન્ડ-ગ્રેબીંગની ફરીયાદ દાખલ કરવા પૂર્વ સરપંચ હસમુખ સોલંકી દ્વારા કલેકટરશ્રી ડી. એસ. પી. શ્રી તથા તાલુકા પંચાયત જામ જોધપુરને લેખીત રજુઆત કરેલ છે.

(11:47 am IST)