Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

ચોટીલામાં નરેન્દ્રભાઇ મોદીના શાસનને ૭ વર્ષ પુર્ણ થતા ગરીબોને કિટ વિતરણ અને રકતદાન કેમ્પ

 ચોટીલા : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શાસનને ૭ વર્ષ પુર્ણ થતા ચોટીલા ભાજપ પરિવાર દ્વારા ચોટીલા ખાતે એન.એન.શાહ સ્કુલ ખાતે રકતદાન કેમ્પ યોજાયો હતો. જેમાં રકતદાતાઓએ ૧૯૨ બોટલ રકત એકત્ર થયુ હતુ. ઝુંપડપટ્ટી વિસ્તારમાં પરિવારોને ૨૦૦ રાશનકિટ વિતરણ કરાઇ હતી. આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રભારી નિતીનભાઇ ભારદ્વાજ, મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પાલિકા પ્રમુખ જયદીપભાઇ ખાચર, શૈલેષ રાજવીર, વજાભાઇ મિસ્ત્રી, વનરાજભાઇ ધાધલ, અજય સામંડ સહિતના ભાજપ આગેવાનો અને અગ્રણીઓ જોડાયા હતા.(તસ્વીર-અહેવાલ : હેમલ શાહ, ચોટીલા)

(11:44 am IST)