Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

વીરપુર એન.ડી.પી.એસ.ના ગુનામાં પકડાયેલ આરોપીઓના જામીન મંજુર

રાજકોટ, તા.૧: અત્રે એન.ડી.પી.એસ.ના ગુન્હામાં પકડાયેલા આરોપીઓને અદાલતે જામીન ઉપર મુકત કરવાનો સેશન્સ કોર્ટ હુકમ કર્યો હતો.

રાજકોટ જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશનના ગુનાથી એન.ડી.પી.એસ.એકટની કલમ ૮-સી, ૨૦-(બી), (૨-બી), ૨૯ મુજબની ફરીયાદ - વીરપુર-પો.સબ.ઇન્સ.દ્વારા આપવામાં આવેલી. તે ગુનામાં (૧) એજાજ ઉર્ફે મામુ દીલવારભાઇ બ્લોચ (ર) રોનક ઉર્ફે રાજા ઇસુબભાઇ પઠાણ, તથા (૩) એઝાજ ઉર્ફે તેજો મેહમુદશા શાહમદારની ધરપકડ કરી, તપાસનીસ અધીકારીએ આરોપીને સેશન્સ કોર્ટમાં રજુ કરતા, જેલ હવાલે રહેલા આરોપીઓએ પોતાને જામીન ઉપર મુકત કરવા જામીન અરજી ગુજારતા, કેસની હકીકત, રજુઆત અને બચાવ પક્ષના વકીલોની રજુઆતો અને દલીલોને ધ્યાનમાં લઇને સેશન્સ કોર્ટના જજ શ્રી યુ.ટી.દેસાઇએ દરેકને રૂ.૨૦,૦૦૦/ ના શરતી જામીન ઉપર મુકત કરેલ છે.

આ કામમાં અરજદાર/આરોપીના બચાવ પક્ષો રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી ચીમનભાઇ ડી.સાંકળીયા, અતુલભાઇ એન.બોરીચા, મનીષાબેન પોપટ, અહેશાનભાઇ એ.કલાડીયા, વિજયભાઇ સોંદરવા, વિજયભાઇ ડી.બાવળીયા, પ્રકાશભાઇ એ.કેશર, સી.એચ.પાટડીયા, કિશોરભાઇ એસ ભટ્ટ, જયેશભાઇ જે.યાદવ, એન.સી.ઠકકર, જી.એમ.વોરા વગેરે રોકાયેલા હતા.

(11:41 am IST)