Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

મોરબીના ટીંબડી નજીક ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા બે ઇજાગ્રસ્તો રાજકોટ ખસેડાયા

મોરબીના સામેકાંઠે ટીંબડીથી પીપળી જવાના રસ્તે ડબલ સવારી બાઇકને અજાણ્યા કાર ચાલકે હડફેટે લીધુ હતુ જેથી બાઇક સવાર બે ઇજાગ્રસ્તોને મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે.

 મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના ટીંબડીથી પીપળી જવાના રસ્તે ડબલ સવારીમાં બાઈકમાં જતા ચંદ્રસિંહ (ઉંમર ૨૬) અને કસુભાઇ રાવત (ઉંમર ૨૪) રહે. બંને નોટા ટાઇલ્સને અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા બંને ઇજાગ્રસ્તોને ૧૦૮ વડે મોરબીની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.જયાં પ્રાથમિક સારવાર આપીને બંનેને વધુ સારવાર અર્થે રાબેતા મુજબ રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

(11:27 am IST)